આ પહેલાં ગુરુવારે સવારે કૉન્ગ્રેસ પ્રમુખ ખડગેએ મોદી સરકારની નિષ્ફળતા વર્ણવી બ્લૅક પેપર જારી કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
નવી દિલ્હી : વડા પ્રધાન નરેદ્ર મોદીએ નિવૃત્ત થતા સભ્યોને વિદાય આપવા દરમ્યાન ગૃહમાં મનમોહનસિંહ જેવા પુરોગામીઓના પ્રદાનની પ્રશંસા કરી હતી અને છેલ્લાં ૧૦ વર્ષમાં નિષ્ફળતા બદલ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર વિરુદ્ધ બ્લૅક પેપર જારી કર્યા બાદ તેમની પર કટાક્ષ પણ કર્યો હતો. પોતાની સરકાર દ્વારા કરવામાં આવી રહેલાં સારાં કાર્યો વચ્ચે બ્લૅક પેપરનો ઉલ્લેખ ‘કાળા ટીકા’ તરીકે કરી મોદીએ જણાવ્યું હતું કે ખડગેજીએ આજે મારું સન્માન કર્યું એ બદલ તેમનો આભારી છું.
આ પહેલાં ગુરુવારે સવારે કૉન્ગ્રેસ પ્રમુખ ખડગેએ મોદી સરકારની નિષ્ફળતા વર્ણવી બ્લૅક પેપર જારી કર્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે છેલ્લાં ૧૦ વર્ષનો સમયગાળો અન્યાયનો રહ્યો છે, કેમ કે ભાવવધારો અને બેરોજગારીના પ્રશ્ન વણઉકેલાયેલા રહ્યા હતા અને દેશમાં બિનબીજેપી સરકારો સામે ભેદભાવ દાખવવામાં આવ્યો હતો. જવાબમાં મોદીએ જણાવ્યું હતું કે છેલ્લાં ૧૦ વર્ષોમાં દેશ નવી ઊંચાઈને સ્પર્શી રહ્યો છે ત્યારે અમે કાળા ટીકાને બૂરી નજરને દૂર રાખવામાં મદદ તરીકે ગણીએ છીએ.