કુલવિંદર કૌર હાલમાં સસ્પેન્ડેડ છે અને તેની બદલી બૅન્ગલોરમાં ૧૦મી રિઝર્વ બટાલિયનમાં કરી દેવામાં આવી છે.
કુલવિંદર કૌર
ચંડીગઢ ઍરપોર્ટ પર મંડી લોકસભા બેઠકની નવનિર્વાચિત સંસદસભ્ય કંગના રનૌતને થપ્પડ મારનારી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF)ની કૉન્સ્ટેબલ કુલવિંદર કૌરની બદલી બૅન્ગલોર કરી દેવામાં આવી છે. તેની સામે ડિસિપ્લિનરી તપાસ પેન્ડિંગ છે. કુલવિંદર કૌર હાલમાં સસ્પેન્ડેડ છે અને તેની બદલી બૅન્ગલોરમાં ૧૦મી રિઝર્વ બટાલિયનમાં કરી દેવામાં આવી છે.


