આવતી કાલે શપથવિધિ
પ્રતીકાત્મક તસવીર
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની ભવ્ય જીત બાદ મુખ્ય પ્રધાનની પસંદગી કરવા માટે આજે ચૂંટાયેલા વિધાનસભ્યોના વિધાયક દળની બેઠક મળશે. મુખ્ય પ્રધાનના દાવેદારોમાં પરવેશ શર્મા, વિજેન્દર ગુપ્તા, આશિષ સૂદ, સતીષ ઉપાધ્યાય, જિતેન્દ્ર મહાજન, શિખા રૉય, રેખા ગુપ્તા વગેરેનાં નામ છે. ૧૮ ફેબ્રુઆરીએ નવી સરકારનો શપથગ્રહણ સમારોહ યોજાશે. ૧૫ પ્રધાનોની વરણી માટે પણ નામ નક્કી કરી દેવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. મુખ્ય પ્રધાનની સાથે નાયબ મુખ્ય પ્રધાનની પણ પસંદગી કરવામાં આવે એવી શક્યતા છે.

