નિયમનું ઉલ્લંઘન કરનારાઓ સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવશે.
પ્રતીકાત્મક તસવીર
બિહારમાં ડબલ મીનિંગ ભોજપુરી ગીતો જાહેરમાં વગાડનારાઓ સામે પોલીસ કાર્યવાહી કરવાની છે. બિહાર પોલીસે આ પ્રથાને સળગતી સામાજિક સમસ્યા ગણાવી છે અને કહ્યું છે કે એ મહિલાઓની સુરક્ષાને જોખમમાં મૂકે છે અને બાળકો પર નકારાત્મક અસર ઊભી કરે છે.
આ સંદર્ભમાં શુક્રવારે રાજ્ય પોલીસ મુખ્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે જાહેર કાર્યક્રમો, બસો, રિક્ષા કે ટ્રકોમાં આવાં ગીતો વગાડનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ નિયમનું ઉલ્લંઘન કરનારાઓ સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવશે.
ADVERTISEMENT
આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે અશ્લીલ અને ડબલ મીનિંગ ધરાવતાં ભોજપુરી ગીતોને પ્રોત્સાહન આપનારાઓને ઓળખવા માટે રાજ્યભરમાં એક ઝુંબેશ ચલાવવામાં આવે. જાહેર સ્થળો પર આવાં ગીતો વાગે છે ત્યારે મહિલાઓ શરમનો અનુભવ કરે છે અથવા અસુરક્ષિતા અનુભવે છે. બિહારમાં આ મુદ્દો ઘણાં વર્ષોથી ચિંતાનો વિષય બન્યો છે.

