`ધ કેરલા સ્ટોરી` (The Kerala Story) પર કેટલાક લોકો તરફથી નિશાન સાધવામાં આવી રહ્યું છે તો કેટલાક લોકો ભારોભાર સમર્થન કરી રહ્યાં છે. એવામાં હવે બાગેશ્વાર ધામ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ( dhirendra shastri)ની નિવેદન સામે આવ્યું છે.

બાગેશ્વર ધામ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી
લવ જિહાદ અને આતંકવાદી પર બનેલી ફિલ્મ `ધ કેરલા સ્ટોરી`(The Kerala Story)રિલીઝ થયાને પખવાડિયું થવા આવ્યું પરંતુ વિવાદ અટકવાનું નામ નથી લેતો. હવે આ ફિલ્મ પર બાગેશ્વર ધામ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી (Begeshwar Dham Dhirendra Shastri)એ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જે છે તે ફિલ્મમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જે હું બોલી રહ્યો હતો તે ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. દેશની જાગૃતિ માટે આ ફિલ્મની આવશ્યતા છે. આ પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતના દરબારમાં કેરળથી આવેલી યુવતી સાથે ત્યાંથી સ્થિતિ પર વાત કરી હતી.
બાબાના દરબારમાં પહોંચેલી યુવતીએ કહ્યું હતું કે કેરળમાં કથાઓ નથી થતી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ એમ પણ કહ્યું હતું કે તે ફિલ્મમાં જે બતાવવામાં આવ્યું છે તે અત્યારે દેશમાં થઈ રહ્યું છે. વિચારીને બીજા ધર્મો પર વિશ્વાસ કરવો જોઈએ. સનાતન ધર્મમાં પણ લખ્યું છે કે અત્યારે હિંદુ ઊંઘમાં છે. શું થઈ રહ્યું છે તે ફિલ્મ `ધ કેરલા સ્ટોરી`માં બતાવવામાં આવ્યું છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે અત્યારે હિંદુ ઊંઘમાં છે. શું થઈ રહ્યું છે તે ફિલ્મ `ધ કેરલા સ્ટોરી`માં બતાવવામાં આવ્યું છે. અગાઉ તેમણે કહ્યું હતું કે બીજા ધર્મને ધ્યાનમાં લેવા કરતાં પોતાના ધર્મ માટે મરવું વધુ સારું છે. જ્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે ત્યાં સુધી આવી ફિલ્મો બનતી રહેશે. આ ફિલ્મ પરથી સમજવું જોઈએ કે હવે હિંદુઓએ જાગવું જોઈએ. ખાસ કરીને મહિલાઓએ આમાંથી શીખવાની જરૂર છે.
આ પણ વાંચો: બળાત્કારનું દૃશ્ય હોવાથી અદા શર્મા પોતાની દાદીને ધકેરલ સ્ટોરી દેખાડતા ગભરાતી હતી
`હિંદુઓને જગાડવાનું કામ કરે છે`
હકીકતમાં, ધીરેન્દ્ર શાસ્ત્રી ત્રણ દિવસીય શ્રી હનુમંત કથા માટે મધ્યપ્રદેશના સાગર જિલ્લાના જયસીનગર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે લોકો મારા પર ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ લગાવે છે, જ્યારે અમે ઉશ્કેરણીજનક વાત નથી કરતા, પરંતુ હિન્દુઓને જગાડવા માટે સનાતન અને શાસ્ત્રોની વાત કરીએ છીએ.