શ્રીરામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન આકરી ઠંડી હતી ત્યારે લોકો તાપણું કરીને ગરમાટો મેળવી શકે એ માટે ઠેર-ઠેર ઇનોવેટિવ પોઇન્ટ્સ ઊભા કરવામાં આવ્યા હતા.
સોલર હટ્સ
અયોધ્યામાં દેશભરમાંથી ઊમટી રહેલા શ્રદ્ધાળુઓ માટે એક પછી એક નવી સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. આ શ્રેણીમાં લેટેસ્ટ છે સોલર હટ્સ. બહારગામથી આવતા દર્શનાર્થીઓ માટે ફોન ચાર્જ રાખવો એ મોટી ચિંતા હોય છે. આ ચિંતાના ઉકેલ તરીકે સોલર હટ્સ બનાવવામાં આવી છે. દેખાવમાં પણ આકર્ષક લાગતી આ સોલર હટ્સમાં ઇલેક્ટ્રૉનિક ડિવાઇસ ચાર્જ કરવા માટે ૧૦ પૉઇન્ટ આપ્યા છે. અહીં માત્ર મોબાઇલ ફોન નહીં, લૅપટૉપ તથા અન્ય ડિવાઇસ પણ ચાર્જ કરી શકાય છે. ઉત્તર પ્રદેશ સરકારે સૂર્યવંશના પાટનગર તરીકે ઓળખાતી અયોધ્યાને ૨૦૨૮ સુધીમાં સંપૂર્ણપણે સૂર્યઊર્જાથી સંચાલિત નગર બનાવવાનું નક્કી કર્યું છે. સોલર હટ્સ પણ આ દિશામાં એક નાનકડી પણ ઉપયોગી શરૂઆત છે. શ્રીરામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન આકરી ઠંડી હતી ત્યારે લોકો તાપણું કરીને ગરમાટો મેળવી શકે એ માટે ઠેર-ઠેર ઇનોવેટિવ પોઇન્ટ્સ ઊભા કરવામાં આવ્યા હતા.

