પાંચ વિદેશી પર્વતારોહકો અને બે નેપાલી નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો
પ્રતીકાત્મક તસવીર
નેપાલના નૉર્થ-ઈસ્ટમાં આવેલા યાલુંગ રી પર્વત પરના બેઝ-કૅમ્પમાં સોમવારે સવારે ૧૦ વાગ્યે થયેલા હિમસ્ખલનમાં ૩ અમેરિકન, એક કૅનેડિયન અને એક ઇટાલિયન સહિત પાંચ વિદેશી પર્વતારોહકો અને બે નેપાલી નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો. યાલુંગ રી શિખર બાગમતી પ્રાંતની રોલવાલિંગ ખીણમાં આવેલું છે. હિમસ્ખલનમાં ૪ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જ્યારે ૪ અન્ય હજી પણ ગુમ છે.


