ઇન્ટરનેટના વપરાશકારો પૈકી અમુકે વિડિયોને અદ્ભુત અને સ્ટાઇલિશ ગણાવ્યો છે.
વિડિયો ‘સેફ્ટી મુદ્રાઝ’
ઍર ઇન્ડિયા દ્વારા વિમાનમાં સલામતી માટેનો નવો વિડિયો ‘સેફ્ટી મુદ્રાઝ’ની સોશ્યલ મીડિયા પર ભરપૂર પ્રશંસા થઈ રહી છે. ઇન્ટરનેટના વપરાશકારો પૈકી અમુકે વિડિયોને અદ્ભુત અને સ્ટાઇલિશ ગણાવ્યો છે. સોશ્યલ મીડિયા પર આ વિડિયો વાઇરલ થયો ત્યાર બાદ એને લાખ્ખો વ્યુ મળ્યા છે. ‘સેફ્ટી મુદ્રાઝ’માં ભરતનાટ્યમ, કથકલી, ઘૂમર, બીહુ, મોહિની અટ્ટમ, ઓડીસી, કથક અને ગિદ્ધા જેવા કલાસિક પ્રકાર પર્ફોર્મ કરતી નૃત્યાંગનાઓ છે. તેના દ્વારા પ્રવાસીઓ માટે સુરક્ષા-સૂચના પણ આપવામાં આવે છે. ઍર ઇન્ડિયાએ ૨૩ ફેબ્રુઆરીએ આ પોસ્ટ ‘એક્સ’ પર મૂકી હતી અને એનું ટાઇટલ હતું – ‘સદીઓ સુધી ભારતીય ક્લાસિકલ નૃત્ય અને લોકકલાના પ્રકારોએ વાર્તાકાર અને સૂચનાના માધ્યમ તરીકે યથાશક્તિ ફાળો આપ્યો છે.’ એક યુઝરે લખ્યું હતું, ‘ઍર ઇન્ડિયા, તેં તો મારું દિલ ચોરી લીધું.’


