એવો પણ દાવો કર્યો હતો કે ઇન્ડિયન આર્મીના ઈસ્ટર્ન કમાન્ડનું જ્યાં હેડક્વૉર્ટર છે એ ફોર્ટ વિલિયમ પણ વક્ફની પ્રૉપર્ટી છે
ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ
ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પશ્ચિમ બંગાળના પ્રદેશ અધ્યક્ષ ઇમરાન સોલંકીએ દાવો કર્યો છે કે કલકત્તાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમની જમીન વક્ફની પ્રૉપર્ટી છે.
તેણે એવો પણ દાવો કર્યો હતો કે ઇન્ડિયન આર્મીના ઈસ્ટર્ન કમાન્ડનું જ્યાં હેડક્વૉર્ટર છે એ ફોર્ટ વિલિયમ પણ વક્ફની પ્રૉપર્ટી છે. કલકત્તાની પાર્ક સ્ટ્રીટમાં વક્ફની ૧૦૫ પ્રૉપર્ટી છે.
આ મુદ્દે પશ્ચિમ બંગાળમાં સરકારના પ્રધાન અને તૃણમૂલ કૉન્ગ્રેસના નેતા ફિરહાદ હકીમે જણાવ્યું હતું કે ‘પશ્ચિમ બંગાળમાં AIMIM એક એવી પાર્ટી છે જેનું કોઈ મહત્ત્વ નથી. આ પાર્ટીનો કોઈ આધાર નથી અને એ આવાં વાહિયાત નિવેદનો કરી રહી છે. ઈડન ગાર્ડન્સને વક્ફની સંપત્તિ ગણાવવું ખોટું છે. આ પાર્ટી BJPની બી ટીમ છે જેણે દિલ્હી વિધાનસભામાં મત કાપ્યા હતા અને BJPને જિતાડી હતી.’

