આ હેતુ માટે બર્થ-સર્ટિફિકેટ અને ડૉમિસાઇલ સર્ટિફિકેટ જ સરકાર દ્વારા માન્ય છે
પ્રતીકાત્મક તસવીર
તમારી પાસે આધાર કાર્ડ હોય, PAN કાર્ડ હોય અને રૅશન કાર્ડ હોય તો એ ભારતીય નાગરિકતાના પુરાવા માટે પૂરતાં નથી. આ હેતુ માટે બર્થ-સર્ટિફિકેટ અને ડૉમિસાઇલ સર્ટિફિકેટ જ સરકાર દ્વારા માન્ય છે. નાગરિકોએ નાગરિકતાની પુષ્ટિ માટેના આ દસ્તાવેજો મેળવી લેવા જરૂરી છે, કેમ કે ભવિષ્યમાં તેમને આ દસ્તાવેજોની જરૂર પડી શકે છે.
કેન્દ્ર સરકારે અનેક ગેરકાનૂની વિદેશી નાગરિકોને પકડવાના અભિયાનમાં આધાર, રૅશન અને PAN કાર્ડ તપાસ્યા પછી આ નિર્ણય લીધો છે. ભારતમાં આધાર કાર્ડ, PAN કાર્ડ અને રૅશન કાર્ડ જેવા અનેક ઓળખ-પ્રમાણના દસ્તાવેજો છે. જોકે આ દસ્તાવેજનો ઉપયોગ કોઈની નાગરિકતા સાબિત કરવા માટે નથી થઈ શકતો. યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI) આધાર કાર્ડને ઓળખ અને રહેઠાણનું પ્રમાણ માને છે, પરંતુ નાગરિકતાનું પ્રમાણ નહીં. આ જ વાત PAN અને રૅશન કાર્ડને પણ લાગુ પડે છે. PAN કાર્ડ ટૅક્સેશનને લગતા હેતુ માટે કામ આવે છે, જ્યારે રૅશન કાર્ડ ખાદ્ય વિતરણ માટે. એટલે જ સરકાર જન્મના પ્રમાણપત્રને અને ડૉમિસાઇલ સર્ટિફિકેટને ભારતીય નાગરિકતા માટેના મૂળ દસ્તાવેજ માને છે.

