° °

આજનું ઇ-પેપર
Saturday, 03 December, 2022


રાહુલની હત્યાની ધમકી આપતો લેટર ઇન્દોરની મીઠાઈની દુકાનમાં મોકલાયો

19 November, 2022 01:15 PM IST | Indore
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્દોરમાં મીઠાઈની એક દુકાનને આ મહિનાના અંત સુધીમાં આ શહેરમાં બ્લાસ્ટની ધમકી આપતો એક લેટર મળ્યો હતો.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

ઇન્દોર : ઇન્દોરમાં મીઠાઈની એક દુકાનને આ મહિનાના અંત સુધીમાં આ શહેરમાં બ્લાસ્ટની ધમકી આપતો એક લેટર મળ્યો હતો. પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું કે આ લેટરને પોસ્ટ દ્વારા મોકલવામાં આવ્યો હતો, જેમાં કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી અને આ પાર્ટીના મધ્ય પ્રદેશના અધ્યક્ષ કમલ નાથની હત્યાની ધમકી પણ આપવામાં આવી હતી. 
મધ્ય પ્રદેશમાં આ ધમકીભર્યા લેટરથી સુરક્ષાનો ગંભીર મુદ્દો સરજ્યો છે, કેમ કે કૉન્ગ્રેસ પાર્ટીની અત્યારે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રા ૨૮-૩૦ નવેમ્બર દરમ્યાન મધ્ય પ્રદેશમાંથી પસાર થશે. 
આ પત્રમાં મોકલનાર તરીકે બીજેપીના રતલામના વિધાનસભ્ય ચેતન કશ્યપનું નામ છે. દુકાનદાર અજય સિંહ દ્વારા આ લેટર પોલીસને સોંપવામાં આવ્યો છે. ઇન્દોર પોલીસે આ મામલે એક કેસ દાખલ કર્યો છે. 

19 November, 2022 01:15 PM IST | Indore | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

બદલો...અપહરણ... હત્યા... મા-બાપના મોતનો બદલો લેવા રચી પોતાના મોતની સાજિશ

માતા-પિતાનો બદલો લેવા પોતાના જેવી દેખાતી યુવતીનુ અપહરણ કરી મોતને ઘાટ ઉતારી યુવતીએ

02 December, 2022 07:55 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

બેદરકારી કે દુર્ઘટના: ટ્રેનમાં યાત્રીના ગળામાંથી આર-પાર થયો લોંખડનો સળિયો

પ્રયાગરાજ નજીક દાનવર-સોમના નજીક નિલાંચલ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં બેઠેલા મુસાફરના ગળામાં અચાનક લોખંડનો સળિયો ઘુસી ગયો હતો.

02 December, 2022 07:25 IST | Lucknow | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

સિદ્ધુ મુસેવાલાની હત્યાના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રારની કેલિફોર્નિયામાં અટકાયત

ગોલ્ડી બ્રાર છેલ્લા ઘણા સમયથી કેનેડામાં બેસીને અનેક ગંભીર ગુનાઓને અંજામ આપી રહ્યો છે

02 December, 2022 11:08 IST | Amritsar | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK