પ્રકાશ અને આ કન્યાની સગાઈ આજે ૧૧ મેએ થવાની હતી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કર્ણાટકના કુર્ગમાં ૩૨ વર્ષના એક માણસે સગાઈ રદ થતાં રોષે ભરાઈને ૧૬ વર્ષની સગીર વયની કન્યાની ઘૃણાસ્પદ હત્યા કરી નાખી હતી. પ્રકાશ અને આ કન્યાની સગાઈ આજે ૧૧ મેએ થવાની હતી, પરંતુ ચાઇલ્ડ હેલ્પલાઇનને આ બાબતે જાણ કરવામાં આવતાં એના અધિકારીઓએ ગામમાં આવી બન્ને પરિવારને સમજાવ્યા હતા કે કન્યા સગીર વયની હોવાથી સગાઈ નહીં થઈ શકે. બન્ને પરિવારે સંમતિ દર્શાવીને સગાઈ રદ કરી હતી. જોકે સાંજે પાંચ વાગ્યે પ્રકાશ કન્યાના ઘરમાં ઘૂસી ગયો હતો અને કન્યાના પેરન્ટ્સ પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ કન્યાને ઘરની બહાર લાવીને તેનું મસ્તક કાપી નાખ્યું હતું. ફરાર આરોપીને પોલીસ શોધી રહી છે. કન્યાનું દસમા ધોરણનું રિઝલ્ટ આવ્યું હતું અને એમાં તે પાસ થઈ હતી.

