ગેરલાયક ઠેરવવામાં આવેલા વિધાનસભ્યોમાં રાજિન્દર રાણા, સુધીર શર્મા, ઇન્દર દત્ત લખનપાલ, દેવીન્દરકુમાર, રવિ ઠાકુર અને ચૈતન્ય શર્માનો સમાવેશ થાય છે.
હિમાચલ પ્રદેશ કોંગ્રેસ
નવી દિલ્હી : રાજ્યસભાની ચૂંટણીમાં બીજેપી માટે ક્રૉસ વોટિંગ કરનારા હિમાચલ પ્રદેશના કૉન્ગ્રેસના છ વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે, એવી જાહેરાત સ્પીકરે ગુરુવારે કરી હતી. આ વિધાનસભ્યો બુધવારે રાત્રે બીજેપીશાસિત હરિયાણામાં રહ્યા હતા. ગેરલાયક ઠેરવવામાં આવેલા વિધાનસભ્યોમાં રાજિન્દર રાણા, સુધીર શર્મા, ઇન્દર દત્ત લખનપાલ, દેવીન્દરકુમાર, રવિ ઠાકુર અને ચૈતન્ય શર્માનો સમાવેશ થાય છે. વિધાનસભાના સ્પીકર કુલદીપ સિંહ પઠાનિયાએ જણાવ્યું હતું કે પક્ષના વ્હીપનું ઉલ્લંઘન કરવા બદલ છ વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. અવિશ્વાસની દરખાસ્ત દ્વારા બીજેપી રાજ્યમાં ફરી સત્તા પર આવશે એવા બે દિવસના ગભરાટ બાદ હિમાચલ પ્રદેશમાં શાસક કૉન્ગ્રેસ માટે વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવાતા પ્રકરણનો અંત આવ્યો છે.