સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સંરક્ષણ સંપાદન પરિષદ દ્વારા ખરીદી માટેના કુલ નવ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.

રાજનાથ સિંહ
નવી દિલ્હી ઃ સંરક્ષણ મંત્રાલયે ગઈ કાલે ૪૫,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૧૨ સુ-30 એમકેઆઇ ફાઇટર જેટ્સ અને ધ્રુવાસ્ત્ર ટૂંકા ગાળાની ઍરક્રાફ્ટમાંથી લૉન્ચ કરાતી મિસાઇલ સહિત જુદી-જુદી વેપન્સ સિસ્ટમ્સ અને પ્લૅટફૉર્મ્સની ખરીદીને મંજૂરી આપી હતી. સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સંરક્ષણ સંપાદન પરિષદ દ્વારા ખરીદી માટેના કુલ નવ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. આ તમામ ખરીદી ઇન્ડિયન વેન્ડર્સ પાસેથી કરવામાં આવશે. ઇન્ડિયન નૅવી માટે નેક્સ્ટ જનરેશનના સર્વેલન્સ જહાજોની ખરીદી માટેના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે.