લોકસભામાં ગઈ કાલે કોઈ પણ જાતની ચર્ચા વિના પહેલી એપ્રિલથી શરૂ થતા નાણાકીય વર્ષ માટે ૪૫ લાખ કરોડ રૂપિયાના કેન્દ્રીય બજેટને મંજૂરી આપવામાં આવી હતી.

પ્રતિકાત્મક તસવીર
નવી દિલ્હી (પી.ટી.આઇ.) ઃ લોકસભામાં ગઈ કાલે કોઈ પણ જાતની ચર્ચા વિના પહેલી એપ્રિલથી શરૂ થતા નાણાકીય વર્ષ માટે ૪૫ લાખ કરોડ રૂપિયાના કેન્દ્રીય બજેટને મંજૂરી આપવામાં આવી હતી. વિરોધ પક્ષોએ અદાણી ગ્રુપ પર મૂકવામાં આવેલા આરોપોની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ માટેની માગણીને લઈને સતત હંગામો મચાવ્યો હતો.
અદાણી અને યુકેમાં ‘ભારત વિરોધી’ સ્ટેટમેન્ટ્સને લઈને રાહુલ ગાંધી માફી માગે એવી માગણીને લઈને શાસક અને વિરોધ પક્ષના સભ્યો વચ્ચે જાણે કે કોણ વધુ હંગામો મચાવે છે એને લઈને સ્પર્ધા ચાલી રહી હોય એમ જણાતું હતું, જેના કારણે બે વખત ગૃહને મોકૂફ રાખવામાં આવ્યા બાદ સંસદના નીચલા ગૃહે અનુદાન અને વિનિયોગ માટેની માગણીઓ વિધેયક પર કાર્યવાહી કરી હતી.
બજેટ સેશનના બીજા તબક્કામાં શાસક અને વિપક્ષના સભ્યો દ્વારા હંગામાના કારણે મોટા ભાગનો સમય વેડફાઈ ગયો છે.