લખનઉના એક 16 વર્ષના સગીરે પોતાની માને પબજી રમતાં અટકાવતાં તેની ગોળીમારીને હત્યા કરી દીધી હતી. એએનાઇએ કહ્યું કે કિશોરને ગેમ એડિક્ટ કહેવામાં આવી રહ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
ANI ન્યૂઝ એજન્સીએ બુધવારે (8 જૂન, 2022)ના એક પોલીસ અધિકારીનો હવાલો આપતા જણાવ્યું કે લખનઉના એક 16 વર્ષના સગીરે પોતાની માને પબજી રમતાં અટકાવતાં તેની ગોળીમારીને હત્યા કરી દીધી હતી. એએનાઇએ કહ્યું કે કિશોરને ગેમ એડિક્ટ કહેવામાં આવી રહ્યો છે.
ઘટના 5 જૂનની છે, પણ પોતાના ગુના પર પડદો નાખવા સગીરે બે દિવસ સુધી પોતાની માના મૃતદેહને ઘરમાં જ છુપાવી રાખ્યો હતો. તેણે નાની બહેનને ડરાવી-ધમકાવીને બીજા રૂમમાં બંધ કરી દીધી. સગીરે ફૌજી પિતાની રિવૉલ્વર દ્વારા ઘટનાને અંજામ આપ્યો. હ્રદયદ્રાવક ઘટના લખનઉના થાણાં પીજીઆઇ વિસ્તારમાંની છે.
ADVERTISEMENT
મળતી માહિતી પ્રમામે, કિશોરે બે દિવસ સુધી રૂમમાં ઍપ ફ્રેશનર દ્વારા મૃતદેહની વાસ છુપાવી, પણ વાસ વધતા તેમે પિતાને આ હત્યાની માહિતી આપી. પિતા આસામ દિલ્લા અંસનસોલમાં તૈનાત છે, જેના પછી તેમણે હત્યાની માહિતી લખનઉ પોલીસને આપી છે.
પૂર્વી લખનઉના એડીસીપી કાસિમ આબિદીએ એએનઆઇના હવાલે કહ્યું કે, "ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી. તપાસ દરમિયાન ખબર પડી કે 16 વર્ષીય દીકરાએ પોતાની માની ગોળી મારીને હત્યા કરી દીધી છે. સગીરે પોતાની માને પબજી રમતા અટકાવ્યા બાદ ગોળી મારીને હત્યા કરી દીધી."
તેમણે જણાવ્યું કે, "શરૂઆતની તપાસમાં ખબર પડી કે તે ગેમ એડિક્ટ હતો તેની મા તેને રમતા અટકાવતી હતી, જેને કારણે તેણે પિતાની પિસ્તોલથી ઘટનાને અંજામ આપ્યો. તેણે શનિવાર અને રવિવાર દરમિયાન રાતે આ ગુનો કર્યો"
એડીસીપીએ આગળ જણાવ્યું કે સગીરે, "કોઈક ઇલેક્ટ્રીશિયન વિશે એક ખોટી સ્ટોરી સંભળાવી" તપાસ દરમિયાન પોલીસને ભટકાવવાનો પ્રયત્ન કર્યો છે.
પોલીસ અધિકારીએ કહ્યું, "અમે છોકરાને અટકમાં લીધો છે અને આગળની તપાસ ચાલુ છે."


