આસામના સીએમએ જણાવ્યું હતું કે...

કૉન્ગ્રેસ દ્વારા એક્સ પ્લૅટફૉર્મ પર એના ઑફિશ્યલ હૅન્ડલ પર શૅર કરવામાં આવેલા એક વિડિયોનો સ્ક્રીનશૉટ આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વ સરમાએ શૅર કર્યો હતો.
આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વ સરમાએ એક ખોટા નકશા બદલ કૉન્ગ્રેસની ટીકા કરી હતી. કૉન્ગ્રેસ દ્વારા એક્સ પ્લૅટફૉર્મ પર શૅર કરવામાં આવેલા એક વિડિયોમાં કથિત રીતે ભારતનો ખોટો નકશો રજૂ કરવામાં આવ્યો હતો કે જેમાં સમગ્ર પૂર્વોત્તર પ્રદેશ ગાયબ હોવાનું જણાય છે. આસામના સીએમએ જણાવ્યું હતું કે ‘એ ટ્વીટ મારા ધ્યાનમાં આવ્યું છે. હવે લાગી રહ્યું છે કે કૉન્ગ્રેસ પાર્ટીએ પૂર્વોત્તર ભારત ચીનને આપી જ દીધું છે. એટલે તેઓ જે કોઈ પણ ભારતનો મૅપ રજૂ કરે એમાં પૂર્વોત્તર ભારતનો ભાગ કાપીને જ રજૂ કરે છે.’