મુંબઈના 100 વર્ષ જૂના લેબર્નમ રોડ પર આવ્યું છે - મણિ ભવન. મુંબઈની આ શાંત બિલ્ડીંગ 1917થી 1934 સુધી મહાત્મા ગાંધીનું નિવાસસ્થાન હતું અને હવે તેને ગાંધી સ્મારકમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. આજે ગાંધી જયંતિ 2023 પર અમે મુંબઈમાં ગાંધીજીના ઘર - પ્રતિષ્ઠિત મણિ ભવન પહોંચ્યા હતા.














