પ્રતિકાત્મક ફાઇલ તસવીર
Updated
2 years 1 month 3 weeks 5 days 20 hours 21 minutes ago
06:02 PM
News Live Updates : પાલઘર જિલ્લામાં યુવકે કર્યો 14 વર્ષની છોકરી પર બળાત્કાર
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં એક 25 વર્ષીય યુવકની તેના પડોશની 14 વર્ષની છોકરી પર બળાત્કાર કરવાના આરોપમાં ધરપકડ કરી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું
Updated
2 years 1 month 3 weeks 5 days 20 hours 55 minutes ago
05:28 PM
News Live Updates : થાણે જિલ્લામાંથી પોલીસ કર્મચારીની લાંચ લેવા બદલ ધરપકડ
મહારાષ્ટ્રમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ ગુરૂવારે થાણે જિલ્લામાંથી 45 વર્ષીય પોલીસ કર્મચારીને ફોજદારી કેસનો સામનો કરી રહેલા એક વ્યક્તિ પાસેથી 30,000 રૂપિયાની લાંચ લેવા બદલ ધરપકડ કરી હતી, એક અધિકારીએ જણાવ્યું હતું.
Updated
2 years 1 month 3 weeks 5 days 21 hours 49 minutes ago
04:34 PM
News Live Updates : એનસીપીના ધારાસભ્ય એકનાથ ખડસેને અપાઈ નોટિસ
ઉત્તર મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં સરકારી સત્તાવાળાઓએ એનસીપીના ધારાસભ્ય એકનાથ ખડસે અને તેમના પુત્રવધૂ રક્ષા ખડસેને નોટિસ પાઠવી છે, જેઓ ભાજપના લોકસભા સભ્ય છે અને તેમને પરવાનગી વિના તેમની જમોનમાંથી માટી ખોદકામ કરવા બદલ 137 કરોડ રૂપિયાનો દંડ ભરવાનો નિર્દેશ આપ્યો છે.
Updated
2 years 1 month 3 weeks 6 days 32 minutes ago
01:51 PM
News Live Updates : થાણેના કાપડના વેપારી સાથે રૂ. 2.25 કરોડની છેતરપિંડી
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં કાપડના વેપારીને રૂ. 2.25 કરોડની છેતરપિંડી કરવા બદલ કંપની સાથે સંકળાયેલા 12 વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. નારપોલી પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર રોહન એલ શેલારે જણાવ્યું હતું કે, કંપનીએ ભિવંડી શહેરના કશેલી ખાતેના વેપારીના આઉટલેટમાંથી ઓક્ટોબર 2022 અને એપ્રિલ 2023ની વચ્ચે કાપડની ખરીદી કરી હતી અને તેમને ચૂકવણીના ચેક આપ્યા હતા જે ભંડોળના અભાવે ડીજોનર્ડ થયાં હતા


