પીએમ મોદી(ફાઈલ ફોટો)
Updated
1 year 10 months 6 days 20 hours 10 minutes ago
04:38 PM
News Live Updates: દિલ્હી દારૂ કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી
દિલ્હી દારૂ કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી રહી છે. EDના સમન્સની અવગણના કરી રહેલા CM કેજરીવાલને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને સમન્સ જારી કરીને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અત્યાર સુધી દિલ્હીના સીએમ કેજરીવાલને 5 સમન્સ જારી કરવામાં આવ્યા છે પરંતુ તેઓ હજુ સુધી પૂછપરછ માટે રાજી થયા નથી. ED દ્વારા વારંવાર મોકલવામાં આવેલા સમન્સનો જવાબ ન આપવા બદલ EDએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે ફરિયાદ અરજી દાખલ કરી હતી. આ અંગે સુનાવણી બાદ સીએમ કેજરીવાલને કોર્ટમાં હાજર થવા માટે સમન્સ જારી કરવામાં આવ્યું છે.
Updated
1 year 10 months 6 days 20 hours 12 minutes ago
04:36 PM
News Live Updates: પીએમ મોદીએ કૉંગ્રેસ પર સાધ્યું નિશાન
#WATCH | In Rajya Sabha, Prime Minister Narendra Modi says, "I was born in independent India and my dreams are independent...Congress said we sold PSUs and destroyed them. I want to ask them who destroyed BSNL and MTNL? Recall the state of HAL under Congress. They destroyed HAL… pic.twitter.com/4GwX8H4O4Q
— ANI (@ANI) February 7, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે જેમની પાસે નેતા તરીકે કોઈ ગેરંટી નથી તેઓ મોદીની ગેરંટી પર સવાલ ઉઠાવી રહ્યા છે.
Updated
1 year 10 months 6 days 21 hours 43 minutes ago
03:05 PM
News Live Updates: MNS નેતાઓ ફડણવીસને મળ્યા
MNSના ત્રણ નેતાઓ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા છે. જે બાદ મનસે અને ભાજપ ગઠબંધનની વાતચીત શરૂ થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણી પહેલા આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
Updated
1 year 10 months 6 days 22 hours 18 minutes ago
02:30 PM
News Live Updates: ECના નિર્ણય પર શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ શું કહ્યું
ECના નિર્ણય પર શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહે છે, "મને ખાતરી છે કે શરદ પવાર સાહેબ, જેઓ અનુભવી નેતા છે, મજબૂત રીતે લડશે."


