પ્રતીકાત્મક તસવીર
Updated
9 months 4 weeks 19 hours 33 minutes ago
09:03 PM
News Live Updates: કૉંગ્રેસે જાહેર કરી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની સાતમી યાદી
કૉંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે સાતમી યાદી જાહેર કરી છે. સાતમી યાદીમાં કૉંગ્રેસે છત્તીસગઢની ચાર અને તમિલનાડુની એક બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે આર સુધાને તમિલનાડુના માયલાદુથુરાઈથી ઉમેદવાર બનાવ્યા છે. પાર્ટીએ છત્તીસગઢની સુરગુજા સીટથી શશિ સિંહ, રાયગઢથી મેનકા દેવી સિંહ, બિલાસપુરથી દેવેન્દ્ર સિંહ યાદવ અને કાંકેરથી બિરેશ ઠાકુરને ટિકિટ આપી છે.
Updated
9 months 4 weeks 20 hours 6 minutes ago
08:30 PM
News Live Updates: ભૂતપૂર્વ બીએમસી કમિશનર ઇકબાલ સિંહ ચહલ સીએમઓના અધિક મુખ્ય સચિવ નિયુક્ત
પૂર્વ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) કમિશનર ઈકબાલ સિંહ ચહલને મુખ્યમંત્રી કાર્યાલય (CMO)નો હવાલો સંભાળતા અધિક મુખ્ય સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિર્ણય ભારતના ચૂંટણી પંચ (ECI)ના નિર્દેશો પછી આવ્યો છે, જેના પગલે ચહલને તેમની અગાઉની જવાબદારીઓથી દૂર કરવામાં આવ્યા હતા.
Updated
9 months 4 weeks 20 hours 36 minutes ago
08:00 PM
News Live Updates: તમામ વિઘ્નો બાદ હવે શરૂ થશે સાયન ઑવર બ્રિજનું કામ
મહિનાઓ સુધી મુલતવી રાખ્યા પછી, સાયન રોડ ઑવર બ્રિજ (ROB)નું ડિમોલિશન આખરે 28 માર્ચે શરૂ થવાનું છે. કુર્લાથી પરેલને જોડતી સૂચિત 5મી અને 6મી રેલ લાઇન માટે આ એક નિર્ણાયક પગલું છે.
Updated
9 months 4 weeks 21 hours 6 minutes ago
07:30 PM
News Live Updates: NCP નાશિક સીટ પરથી ચૂંટણી લડવા માગે છે ભત્રીજા માટે નથી માગી ટિકિટ: ભુજબળ
મહારાષ્ટ્રના મંત્રી અને અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા છગન ભુજબળે મંગળવારે આગામી લોકસભા ચૂંટણી 2024 માટે નાશિક બેઠક માટે પોતાને અથવા તેમના ભત્રીજા સમીર ભુજબલ માટે ટિકિટની માગણી કરવાનો ઇનકાર કર્યો હતો, એવો પીટીઆઈએ અહેવાલ આપ્યો હતો.