સંજય સિંહ (ફાઈલ તસવીર)
Updated
1 year 8 months 1 week 5 days 25 minutes ago
10:00 PM
News Live Updates: સંજય સિંહનો હુંકાર- જેલના તાળાં તૂટશે, કેજરીવાલ-સિસોદિયા છૂટશે
AAP નેતા સંજય સિંહ જ્યારે તિહાર જેલમાંથી બહાર આવ્યા ત્યારે ત્યાં કાર્યકરોની ભીડ હતી. AAP સાંસદે બંને હાથ ઉંચા કરીને કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા. અહીં કાર્યકર્તાઓ સતત તેમના પર ફૂલ વરસાવી રહ્યા હતા.
Updated
1 year 8 months 1 week 5 days 55 minutes ago
09:30 PM
News Live Updates: ભાજપે બુધવારે શરૂ કરી મહારાષ્ટ્રમાં સાત દિવસની સ્પેશિયલ ઝૂંબેશ
ભાજપે બુધવારે મહારાષ્ટ્રમાં સાત દિવસની વિશેષ ઝુંબેશ શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ્ય લોકસભાની ચૂંટણીમાં જૂના મતની સરખામણીમાં બૂથ દીઠ ઓછામાં ઓછા 370 વધુ મતો જીતવાનો હતો.
Updated
1 year 8 months 1 week 5 days 1 hour 25 minutes ago
09:00 PM
News Live Updates: સપ્ટેમ્બર 2008 માલેગાંવ બ્લાસ્ટ કેસ ટ્રાયલમાં કૉર્ટે માગ્યો રિપૉર્ટ
વિશેષ અદાલતે બુધવારે અવલોકન કર્યું હતું કે સપ્ટેમ્બર 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસની ટ્રાયલમાં બીજેપી સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરની ગેરહાજરી કાર્યવાહીમાં અવરોધ ઉભી કરી રહી હતી અને NIAને તેમના સ્વાસ્થ્ય અંગે રિપોર્ટ સોંપવા જણાવ્યું હતું.
Updated
1 year 8 months 1 week 5 days 1 hour 55 minutes ago
08:30 PM
News Live Updates: મુકેશ અંબાણી સૌથી ધનાઢ્ય ભારતીય- ફૉર્બ્સ 2024 લિસ્ટ
મુકેશ અંબાણી સૌથી ધનાઢ્ય ભારતીય બનવાનું જાળવી રાખે છે અને હવે ફોર્બ્સની તાજેતરની 2024 બિલિયોનેરની યાદીમાં વિશ્વના ટોચના 10 સૌથી ધનિક વ્યક્તિઓમાં સ્થાન મેળવ્યું છે.


