પ્રતીકાત્મક તસવીર
Updated
11 months 1 day 10 hours 47 minutes ago
07:30 PM
News Live Updates: રત્નાગીરીમાં ભૂતપૂર્વ સાંસદ નિલેશ રાણેની કાર પર પથ્થરમારો; ભાજપ અને શિવસેના (UBT)ના કાર્યકરો વચ્ચે અથડામણ
પૂર્વ સાંસદ નિલેશ રાણે શુક્રવારે મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં એક જાહેર કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ તેમની કાર પર પથ્થરમારો કર્યો હતો, જેના કારણે તેમની પાર્ટી અને શિવસેના (UBT)ના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના બપોરે ગુહાગર તાલુકાના પટપન્હાલે કોલેજ પાસે બની હતી.
Updated
11 months 1 day 11 hours 17 minutes ago
07:00 PM
News Live Updates: પ્રખ્યાત શેફ ઈમ્તિયાઝ કુરેશીનું ૯૩ વર્ષની વયે નિધન
પદ્મશ્રીથી સન્માનિત ભારતના વિશ્વ પ્રસિદ્ધ શેફ ઈમ્તિયાઝ કુરેશીનું શુક્રવારે ૯૩ વર્ષની વયે અવસાન થયું હતું. દેશ અને દુનિયાની મોટી હસ્તીઓ દ્વારા તેમની વાનગીઓની પ્રશંસા કરવામાં આવી હતી.
Updated
11 months 1 day 11 hours 47 minutes ago
06:30 PM
News Live Updates: રાયગઢમાં મહિલાનો બળાત્કાર કરનાર ચારની ધરપકડ
એક અધિકારીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં રાયગઢ પોલીસે ૪૮ વર્ષીય મહિલા પર વારંવાર બળાત્કાર અને છેડતીના સંબંધમાં ચાર લોકોની ધરપકડ કરી છે. ફરિયાદના આધારે, મહાડ પોલીસે ગુરુવારે ચાર લોકોની ધરપકડ કરી હતી. જ્યારે આ કેસમાં અન્ય એક આરોપી ફરાર છે.
Updated
11 months 1 day 12 hours 17 minutes ago
06:00 PM
News Live Updates: કોર્ટે ૨૦૧૫માં જેલના મેડિકલ ઓફિસરને ધમકી આપવાના આરોપી ભૂતપૂર્વ NCP ધારાસભ્યને નિર્દોષ જાહેર કર્યા
મુંબઈની આર્થર રોડ જેલના ચીફ મેડિકલ ઓફિસરને ધમકાવવા અને દુર્વ્યવહાર કરવાનો આરોપ ધરાવતા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના ભૂતપૂર્વ ધારાસભ્ય રમેશ કદમને શુક્રવારે વિશેષ અદાલતે નિર્દોષ જાહેર કર્યા હતા.