
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
Updated
2 months 2 weeks 1 day 15 hours 45 minutes ago
02:45 PM
Live Updates : પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાનું ઉદયપુરમાં થયું ભવ્ય સ્વાગત
ઉદયપુરમાં પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની તૈયારીઓ પણ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. બંનેનું ઉદયપુરમાં ગ્રાન્ડ વેલકમ કરવામાં આવ્યું હતું. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના સ્વાગત માટે ઉદયપુર એરપોર્ટ પર ઢોલ-નગારા વગાડવામાં આવ્યા હતાં.
Updated
2 months 2 weeks 1 day 16 hours 15 minutes ago
02:15 PM
Live Updates : સીએમ એકનાથ શિંદેએ મહિલા આરક્ષણ બિલ પસાર થવાની કરી ઉજવણી
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શિવસેનાની મહિલા પક્ષની લગભગ 100 મહિલાઓ સાથે મહિલા આરક્ષણ બિલ પસાર થવા માટે ઉજવણી કરી હતી. આ દરમ્યાન તેઓએ વિશેષ આરતી કરી હતી.
Updated
2 months 2 weeks 1 day 16 hours 45 minutes ago
01:45 PM
Live Updates : મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કેનેડીયન કંપની સાથેની ભાગીદારી કરી બંધ
ભારત અને કેનેડા વચ્ચે વિવાદ વકર્યો છે. જેની અસર હવે બિઝનેસ પર દેખાઈ રહી છે. ભારતે હાલમાં કેનેડાના નાગરિકોને વિઝા આપવાનું બંધ કરી દીધું છે. આનંદ મહિન્દ્રાની કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કેનેડા સ્થિત કંપની રેસન એરોસ્પેસ કોર્પોરેશન સાથેની ભાગીદારી સમાપ્ત કરવાની જાહેરાત કરી નાખી છે. રેસન એરોસ્પેસ કોર્પોરેશનમાં એમ એન્ડ એન્ડની 11.18 ટકાની ભાગીદારી હતી.
Updated
2 months 2 weeks 1 day 17 hours 15 minutes ago
01:15 PM
Live Updates : અમદાવાદમાં બ્રાન્ડેડ પિત્ઝામાંથી નીકળ્યા વંદા
અમદાવાદમાં અનેક મોટી મોટી રેસ્ટોરન્ટના જમવામાં જીવાત નીકળે છે. આવી ઘટનાઓ જાણે સામાન્ય થઈ ગઈ છે. શહેરની મોટી બ્રાન્ડ ગણાતા લાપિનોઝના પિઝાનું બોક્સ ખોલતાની સાથે 10-15 વંદા નીકળ્યા હતા. લાપિનોઝ જેવી મોટી બ્રાન્ડના પિઝામાંથી વંદા નીકળતાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.