પ્રતીકાત્મક ફાઈલ તસવીર
Updated
1 year 2 months 15 hours 31 minutes ago
06:17 PM
Live Updates : થાણેની સિવિલ હોસ્પિટલમાં થયેલા હંગામા પછી આજે પરિસ્થિતિ પૂર્વવત
ગુરુવારે મોડી રાત્રે નેહમાંરાત્રે થાણેમાં સિવિલ સંચાલિત હોસ્પિટલની બહાર લગભગ 100 લોકોના ટોળાએ હંગામો મચાવ્યો હતો. હોસ્પિટલમાં એક દિવસમાં પાંચ લોકોના મોત માટે લોકોએ હોસ્પિટલ પ્રશાસન પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. હંગામાને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.આજે પરિસ્થિતિ થાળે પડી છે.
Updated
1 year 2 months 16 hours 29 minutes ago
05:19 PM
Live Updates : મણિપુર હિંસા પર રાહુલ ગાંધીએ કરી સરકારની આકરી ટીકા
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર આકરી ટીકા કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, "કેન્દ્ર સરકાર મણિપુરમાં હિંસા અટકાવી શકી હોત, પરંતુ સરકારે તેમ કર્યું નથી, એવું લાગે છે કે સરકાર આ હિંસા ચાલુ રાખવા માંગે છે. જો મણિપુર સેનાને સોંપવામાં આવે તો બે દિવસમાં હિંસા બંધ થઈ જશે."
Updated
1 year 2 months 17 hours 9 minutes ago
04:39 PM
Live Updates : નાસિકમાં બે વ્યક્તિની કરાઈ કરપીણ હત્યા, ચાર લોકોની થઈ અટકાયત
મહારાષ્ટ્રના નાસિક શહેરમાં બે વ્યક્તિઓ પર યુવાનોના જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હમલામાં તેઓની હત્યા કરવામાં આવી હતી.ગુરુવારે રાત્રે અંબાડ MIDCમાં સંજીવનગર વિસ્તારમાં આ હુમલો થયો હતો. પોલીસે બે સગીર સહિત ચાર લોકોની અટકાયત કરી છે.
Updated
1 year 2 months 17 hours 59 minutes ago
03:49 PM
Live Updates : નવાબ મલિકને SCએ આપી રાહત, મની લૉન્ડ્રિંગ કેસમાં મળ્યા જામીન
મની લૉન્ડ્રિંગ કેસમાં નવાબ મલિકને સુપ્રીમ કૉર્ટે જામીન આપી દીધા છે. મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નવાબ મલિકની ફેબ્રુઆરી 2022માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ભાગેડુ આતંકવાદી દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. જેમાં હવે તેમને સુપ્રીમ કૉર્ટે જામીન આપ્યા છે.