
પ્રતીકાત્મક તસવીર
Updated
11 months 2 weeks 20 hours 50 minutes ago
09:30 PM
News Live Updates: મુંબઈના માટુંગામાં નકલી કોલ સેન્ટરના કેસમાં ત્રણની ધરપકડ કરાઇ
મુંબઈમાં માટુંગા પોલીસે નકલી કોલ સેન્ટર ચલાવવા અને ગ્રાહકોને `ડબલ રિટર્ન` માટે શેરબજારમાં રોકાણ કરવા લલચાવવા બદલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ફરિયાદીએ માટુંગા પોલીસ સ્ટેશને કેસમાં એફઆઈઆર નોંધવા માટે સંપર્ક કર્યો.
Updated
11 months 2 weeks 21 hours 20 minutes ago
09:00 PM
News Live Updates: મહારાષ્ટ્રની આઠ લોકસભા બેઠકો પર ૧.૫૦ લાખથી વધુ નવા મતદારો ઉમેરાયા
મતદાર યાદી સુધારણાના તાજેતરના રાઉન્ડમાં મહારાષ્ટ્રમાં કુલ 48 લોકસભા મતવિસ્તારોમાંથી આઠમાં 1.52 લાખથી વધુ નવા મતદારો નોંધાયા છે, જેમાં નવા મહિલા મતદારોની સંખ્યા તેમના પુરૂષ સમકક્ષ કરતાં વધુ હતી એમ અધિકારીઓએ જણાવ્યું છે.
Updated
11 months 2 weeks 21 hours 50 minutes ago
08:30 PM
News Live Updates: બિહારના પૂર્ણિયાના અપક્ષ ઉમેદવાર પપ્પુ યાદવની ઓફિસમાં પોલીસનો દરોડો
ગુરુવારે પોલીસે બિહારની પૂર્ણિયા લોકસભા સીટ પરથી અપક્ષ ઉમેદવાર પપ્પુ યાદવની ઓફિસ પર દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. ઓફિસ પરિસરમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત છે. આ દરોડા અંગે કોઈપણ પોલીસ અધિકારી કંઈપણ કહેવાનો ઈન્કાર કરી રહ્યા છે. જ્યારે અપક્ષ ઉમેદવાર પપ્પુ યાદવને દરોડાની માહિતી મળી તો તેઓ તરત જ ઓફિસે પહોંચ્યા. તેણે પોલીસ અધિકારીઓને પૂછ્યું, "તમે અહીં કોના આદેશ પર આવ્યા છો?" પરંતુ તેમને કોઈ જવાબ મળ્યો ન હતો.
Updated
11 months 2 weeks 22 hours 20 minutes ago
08:00 PM
News Live Updates: બ્રિટનમાં વિઝાની શરતોનું ઉલ્લંઘન કરવા બદલ ૧૨ ભારતીયોની ધરપકડ
બ્રિટિશ ઇમિગ્રેશન અધિકારીઓએ ૧૧ પુરૂષો અને એક મહિલા સહિત ૧૨ ભારતીય નાગરિકોની વિઝા શરતોનું ઉલ્લંઘન કરીને ગાદલું અને કેક ફેક્ટરીમાં ગેરકાયદેસર રીતે કામ કરવાની શંકાના આધારે ધરપકડ કરી છે. બ્રિટનના હોમ ઓફિસ દ્વારા બુધવારે જારી કરાયેલા નિવેદન અનુસાર, ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ અધિકારીઓએ ઇંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ્સ ક્ષેત્રમાં એક ગાદલાના વ્યવસાય પર દરોડા પાડ્યા હતા. અધિકારીઓને બાતમી મળી હતી કે ત્યાં ગેરકાયદેસર કામ થઈ રહ્યું છે.