Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પાર્લામાં રહેવાસીઓને દંડતી ટ્રૅફિક પોલીસ ઈ-કૉમર્સ કંપનીઓના ડિલિવરી-બૉય્ઝ પર કેમ મહેરબાન છે?

પાર્લામાં રહેવાસીઓને દંડતી ટ્રૅફિક પોલીસ ઈ-કૉમર્સ કંપનીઓના ડિલિવરી-બૉય્ઝ પર કેમ મહેરબાન છે?

Published : 19 April, 2025 10:42 AM | Modified : 20 April, 2025 07:12 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ બાબતે ટ્રૅફિક પોલીસ કોઈ ઍક્શન લેતી નથી એવી ફરિયાદ ત્યાંના રહેવાસીઓ કરી રહ્યા છે.

ડિ​લિવરી-બૉય્ઝ દ્વારા ગેરકાયદે પાર્ક કરવામાં આવતાં ટૂ-વ્હીલરને કારણે ત્યાં રહેનારા રહેવાસીઓ અને અન્ય વાહનચાલકોને હાલાકી ભોગવવી પડે છે.

ડિ​લિવરી-બૉય્ઝ દ્વારા ગેરકાયદે પાર્ક કરવામાં આવતાં ટૂ-વ્હીલરને કારણે ત્યાં રહેનારા રહેવાસીઓ અને અન્ય વાહનચાલકોને હાલાકી ભોગવવી પડે છે.


વિલે પાર્લે-વેસ્ટમાં એસ.વી. રોડ પર ગોલ્ડન ટબૅકો પાસે રોડ પર ગેરકાયદે પાર્ક થતાં અનેક ટૂ-વ્હીલરને કારણે રાહદારીઓને તથા અન્ય વાહનચાલકોને હાલાકી ભોગવવી પડે છે. આ બાબતે ટ્રૅફિક પોલીસ કોઈ ઍક્શન લેતી નથી એવી ફરિયાદ ત્યાંના રહેવાસીઓ કરી રહ્યા છે.


વિલે પાર્લે-વેસ્ટમાં એસ.વી. રોડ પર વિલે પાર્લેથી અંધેરી તરફની લેન પર જિયો માર્ટ, સ્વિગી, ઝોમાટો અને ઇન્ડિયા માર્ટના ડેપો આવેલા છે. એથી આ ડેપોમાંથી માલની ડિલિવરી લઈ ઝડપથી ડિલિવરી કરવાના આશય સાથે આ ડિલિવરી-બૉય્ઝ તેમનાં ટૂ-વ્હીલર ત્યાં જ રસ્તા પર પાર્ક કરતાં હોય છે એવી ફરિયાદ કરતાં ત્યાંના એક રહેવાસીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ટૂ-વ્હીલર ચલાવનારા આડેધડ તેમનાં ટૂ-વ્હીલર પાર્ક કરે છે. એટલું જ નહીં, રોડની સામેની બાજુ ટ્રૅફિક પોલીસ એકદમ ઍક્ટિવ હોય છે. અમારા બિલ્ડિંગવાળાની એકાદ કાર કે બાઇક થોડી વાર માટે પણ રોડ પર પાર્ક કરી હોય તો તરત જ એના ફોટો પાડી ચલાન મોકલાવી દે છે, પણ સામે જ ગેરકાયદે પાર્ક કરાતાં ટૂ-વ્હીલર પર કોઈ ઍક્શન તેઓ લેતા નથી. જો અમે તેમને ફરિયાદ કરીએ તો ગોળ-ગોળ જવાબ આપી વાત ઉડાડી દે છે.’


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2025 07:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK