Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાનમાં ઘઉંનું સંકટ : ૨૦૦ પાકિસ્તાની રૂપિયે એક કિલો લોટ, ભાવ હજી વધવાની શક્યતા

પાકિસ્તાનમાં ઘઉંનું સંકટ : ૨૦૦ પાકિસ્તાની રૂપિયે એક કિલો લોટ, ભાવ હજી વધવાની શક્યતા

Published : 01 March, 2026 09:36 AM | Modified : 01 March, 2026 09:51 AM | IST | Pakistan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતે સિંધુ જળ કરાર સસ્પેન્ડ કરી દેતાં એક તરફ પાકિસ્તાનમાં ઘઉંના પાકની સીઝનમાં પાણીની અછત છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતે સિંધુ જળ કરાર સસ્પેન્ડ કરી દેતાં એક તરફ પાકિસ્તાનમાં ઘઉંના પાકની સીઝનમાં પાણીની અછત છે અને બીજી તરફ અફઘાનિસ્તાન સાથે પાકિસ્તાનનું યુદ્ધ શરૂ થતાં પાકિસ્તાનમાં ઘઉંનું સંકટ ઊભું થયું છે. એક કિલો ઘઉંના લોટનો ભાવ ૨૦૦ પાકિસ્તાની રૂપિયાએ પહોંચી ગયો છે. ભાવ હજી વધે એવી શક્યતા છે.

અમેરિકાના ઍગ્રિકલ્ચર ડિપાર્ટમેન્ટના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનને આ વર્ષે બેથી ૨.૨ મિલ્યન ટન ઘઉંની અછતનો સામનો કરવો પડી શકે છે. પાકિસ્તાનમાં ઘઉં બધા લોકો દ્વારા વાપરવામાં આવે છે અને હાલમાં લોટનો ભાવ ૨૦૦ રૂપિયે પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. ઘઉંનું સંકટ એવા સમયે આવ્યું છે જ્યારે દેશ અફઘાનિસ્તાન સાથે યુદ્ધમાં છે. 



ઘઉંના ઉત્પાદનમાં ઘટાડા માટે ઘણાં પરિબળો ફાળો આપી રહ્યાં છે, જેમાં લાંબા સમય સુધી દુષ્કાળનો સમાવેશ થાય છે. ભારતે સિંધુ નદીનું પાણી બંધ કરી દેતાં અનેક હેક્ટર જમીનનો પાક સુકાઈ ગયો છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં ૧૦ કિલો ઘઉંના લોટની થેલી સામાન્ય રીતે ૮૯૦થી ૧૫૦૦ પાકિસ્તાની રૂપિયામાં મળતી હતી. ૨૦ કિલોની થેલીની કિંમત લગભગ ૧૭૮૦થી ૧૮૧૦ રૂપિયા છે. પ્રીમિયમ ચક્કીના ઘઉંના લોટનો ભાવ ૧૬૦થી ૨૦૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. 


Whatsapp-channel Whatsapp-channel

01 March, 2026 09:51 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK