આ ૮૦ કરોડમાંથી સબર્બન લોકલના જ મુસાફરો પાસેથી ૨૦.૭૪ કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા
ફાઇલ તસવીર
વેસ્ટર્ન રેલવેએ ખુદાબક્ષ મુસાફરો પાસેથી એપ્રિલથી લઈને સપ્ટેમ્બર સુધીના છ મહિનામાં ૮૧.૧૮ કરોડ રૂપિયાનો ફાઇન વસૂલ કર્યો હતો. વેસ્ટર્ન રેલવે, મુંબઈના જણાવ્યા અનુસાર એમાં સબર્બન લોકલ ટ્રેન અને મેલ/એક્સપ્રેસ ટ્રેનના ખુદાબક્ષ મુસાફરોનો સમાવેશ થાય છે. આ ૮૦ કરોડમાંથી સબર્બન લોકલના જ મુસાફરો પાસેથી ૨૦.૭૪ કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા. માત્ર સપ્ટેમ્બર મહિનામાં સબર્બન ટ્રેનોના ૫૩,૦૦૦ મુસાફરો પાસેથી ૨.૩૪ કરોડ રૂપિયાનો ફાઇન વસૂલ કરવામાં આવ્યો હતો. એસી ટ્રેનોમાં વગર ટિકિટના મુસાફરો પર રોક લગાવવા ટિકિટચેકરો દ્વારા સ્પેશ્યલ ચેકિંગ-ડ્રાઇવ હાથ ધરાઈ હતી. છેલ્લા છ મહિનામાં માત્ર એસી ટ્રેનના ૩૮,૦૦૦ પ્રવાસીઓ પાસેથી ૧.૨૬ કરોડ રૂપિયાની રકમ વસૂલ કરાઈ હતી. ગયા વર્ષે આ જ સમયગાળામાં વસૂલ કરાયેલા ફાઇન કરતાં એ રકમ ૧૪૦ ટકા વધુ હતી.


