° °

આજનું ઇ-પેપર
Saturday, 28 January, 2023


રવિવારની રજા બગાડશે વરસાદ

09 October, 2022 10:50 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈમાં ૨૪ કલાકમાં ૬ ઇંચ ખાબક્યા બાદ આખો દિવસ ઝરમર વરસાદ નોંધાયો : આજે અને આવતી કાલે છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા : સુસવાટાભેર પવન સાથે વીજળીના કડાકાભડાકા થઈ શકે છે

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર

સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું પૂરું થયા બાદ ઑક્ટોબર મહિનાનું પહેલું અઠવાડિયું વીતી ગયું હોવા છતાં મુંબઈમાં હજી વરસાદ પડી રહ્યો છે. ગઈ કાલે સવારના પૂરા થયેલા ૨૪ કલાક દરમ્યાન મુંબઈ શહેરમાં ૬ ઇંચ અને પરાવિસ્તારમાં ૪ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જોકે ગઈ કાલે આખો દિવસ ઝરમર વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં પણ આકાશ વાદળથી છવાયેલું રહેવાની અને છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી કરી હતી.

ઑક્ટોબર મહિનામાં આકાશમાંથી વાદળાં ગાયબ થઈ જતાં હોય છે એટલે કડક તડકો અનુભવાતો હોય છે, પણ આ વર્ષે વરસાદ જવાનું નામ નથી લેતો. હવામાન વિભાગની માહિતી મુજબ ગઈ કાલે સવારે પૂરા થયેલા ૨૪ કલાકમાં તળ મુંબઈમાં ૧૫૬.૭૯ એમએમ એટલે કે ૬ ઇંચ તો પૂર્વનાં પરાંમાં ૯૯.૧૯ એમએમ એટલે કે ૪ ઇંચ અને પશ્ચિમનાં પરાંમાં ૯૫.૮૪ એમએમ એટલે કે ૪ ઇંચ વરસાદ નોંધાયો હતો. ઑક્ટોબર મહિનામાં આટલો વરસાદ દસ વર્ષમાં બીજી વખત પડ્યો છે. 

૪ ઑક્ટોબર ૧૯૮૮ના રોજ મુંબઈમાં એક દિવસમાં ૧૪૦ એમએમ વરસાદનો રેકૉર્ડ થયો હતો. આવી જ રીતે ગયા વર્ષે ૧૫ ઑક્ટોબરે ૧૭૦ એમએમ એટલે કે સાત ઇંચ વરસાદ થયો હતો. ઑક્ટોબર મહિનામાં વરસાદ પડવાનો સિલસિલો આ વર્ષે પણ કાયમ રહ્યો છે. 

શુક્રવારે બપોર બાદથી શનિવારની સવાર સુધીમાં ગ્રાન્ટ રોડ, ફોર્ટ અને લોઅર પરેલમાં ૨૦૦ એમએમ એટલે કે આઠ ઇંચ વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં પણ ઝરમરથી હળવો વરસાદ પડવાની આગાહી કરીને મુંબઈમાં યલો અલર્ટ જારી કરી છે. મુંબઈ ઉપરાંત થાણે અને પાલઘરમાં પણ સુસવાટાભેર પવન સાથે વીજળીના કડાકાભડાકા સહિત વરસાદ પડી શકે છે.

09 October, 2022 10:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

સ્વેટર કાઢ્યાં, હવે છત્રી કાઢો

ત્રણ દિવસ ઠંડીમાં હજી વધારો થવાની સાથે વરસાદની પણ શક્યતા

17 January, 2023 11:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

મુંબઈનો સૌથી ઠંડોગાર દિવસ બન્યો રવિવાર

શહેરનું લઘુતમ તાપમાન ગગડીને ૧૩.૮ ડિગ્રી થઈ ગયું : આજે તાપમાન ૧૩થી ૧૪ ડિગ્રીની આસપાસ રહેશે

16 January, 2023 09:07 IST | Mumbai | Dipti Singh
મુંબઈ સમાચાર

નાશિક-શિરડી હાઈવે પર પ્રવાસી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, ૧૦ લોકોનાં મોત

મુંબઈથી શિરડી જઈ રહેલી ખાનગી બસ અને શિરડીથી સિન્નર બાજુ જઈ રહેલી માલવાહક ટ્રક સામસામે અથડાઈ હતી. પઠારેથી પીંપળવાડી ટોલ બૂથ વચ્ચે વન-વે ટ્રાફિક ચાલતો હતો

13 January, 2023 11:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK