મુંબઈમાં ઉપનગરીય લોકલ ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં, રે રોડ રેલવે સ્ટેશન નજીક ચાલતી લોકલ ટ્રેન પર પથ્થરમારો થતાં 28 વર્ષીય મહિલાને ઈજા થઈ છે. એક અઠવાડિયામાં આ ત્રીજી ઘટના છે, જેનાથી મુસાફરોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
મુંબઈની લાઈફલાઈન, લોકલ ટ્રેનો, ફરી એકવાર સુરક્ષાને લઈને ચર્ચાના કેન્દ્રમાં આવી છે. લોકલ ટ્રેનના લેડીસ કોચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહિલાઓ વચ્ચે થયેલી લડાઈ જોવા મળી રહી છે. ફૂટેજમાં બે મહિલાઓ એક મહિલાને થપ્પડ મારીને તેના વાળ પણ ખેંચી રહી છે, દરમિયાન કોચમાં પ્રવાસ કરી રહેલા બીજા મુસાફરોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે.
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
ADVERTISEMENT
View this post on Instagram
વાયરલ વીડિયોમાં, કોચમાં રહેલા બાકીના મુસાફરો દરમિયાનગીરી કરીને આ મહિલાઓના ઝઘડાને શાંત કરવાનો પ્રયાસ કરતા પણ જોવા મળી રહ્યા છે, પરંતુ ઝઘડો વાળ ખેંચવા અને જોરદાર દલીલો થતાં વધી જાય છે. ઓનલાઈન શૅર કરાયેલ, આ ક્લિપથી શહેરની ભીડભાડવાળી લોકલ ટ્રેનોમાં રોજિંદા મુસાફરોમાં શિસ્ત અને વધતા ગુસ્સા વિશે ચર્ચાઓ શરૂ થઈ છે.
પ્રવાસીઓએ તેને નિયમિત પણે થતી ઘટના ગણાવી
ભીડના સમયે હજારો મહિલાઓ મુસાફરી માટે લેડિઝ સ્પેશિયલ ટ્રેનો પર આધાર રાખે છે, ઘણીવાર બેસવાની જગ્યા અથવા વ્યક્તિગત વિવાદો અંગે દલીલો થતી જોવા મળે છે. આ ઝઘડા લગભગ દર અઠવાડિયે થાય છે, ખાસ કરીને પીક અવર્સમાં. ક્યારેક તે જલદી સમાપ્ત થાય છે, પરંતુ ક્યારેક તે નિયંત્રણમાંથી બહાર નીકળી જાય છે.
દૈનિક મુસાફરીનો તણાવ
ભીડભાડવાળી પરિસ્થિતિઓ અને લાંબા મુસાફરીનો સમય ઘણીવાર મુસાફરોના તણાવના સ્તરમાં વધારો કરે છે. ભીડવાળી ટ્રેનો સાથે, નાના મતભેદો પણ ઉગ્ર વિવાદમાં ફેરવાઈ શકે છે. રેલવે અધિકારીઓ દ્વારા લોકલ ટ્રેન સેવાઓ વધારવાના પ્રયાસો છતાં, મુંબઈના લોકલ ટ્રેન નેટવર્ક સામે અતિશય ભીડ સૌથી મોટો પડકાર છે.
અધિકારીઓને હસ્તક્ષેપ કરવાની વિનંતી
આવી ઘટનાઓને કારણે રેલવે અધિકારીઓ અને રેલવે સુરક્ષા દળ (RPF) ને મહિલા ડબ્બામાં શિસ્ત અને સલામતી સુનિશ્ચિત કરવા માટે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. જ્યારે આ ચોક્કસ ઘટનામાં કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી.
લોકલ પર પથ્થરમારાની ઘટના
મુંબઈમાં ઉપનગરીય લોકલ ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં, રે રોડ રેલવે સ્ટેશન નજીક ચાલતી લોકલ ટ્રેન પર પથ્થરમારો થતાં 28 વર્ષીય મહિલાને ઈજા થઈ છે. એક અઠવાડિયામાં આ ત્રીજી ઘટના છે, જેનાથી મુસાફરોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. પરેલની રહેવાસી પીડિતા એક ખાનગી કંપનીમાં કામ કરે છે. શુક્રવારે સાંજે, તે CSMT-ગોરેગાંવ હાર્બર રૂટ પર સ્લો લોકલ ટ્રેનમાં ચઢી. તે મોટરમૅનની પાછળના મહિલા ડબ્બામાં મુસાફરી કરી રહી હતી. જ્યારે ટ્રેન રે રોડ સ્ટેશન પહોંચી, ત્યારે તે કોટન ગ્રીન પર ઉતરવા માટે દરવાજા પાસે ઉભી રહી. અચાનક, તેના પર એક પથ્થર ફેંકવામાં આવ્યો, જે તેના માથા પર વાગ્યો.


