આ જગ્યા પર પાણીનો કરન્ટ વધુ હોવાથી તેઓ તણાઈ ગયા હતા. પોલીસ અને સ્થાનિક બચાવટીમની મદદથી બન્નેની બૉડી શોધી કાઢવામાં આવી હતી.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
વરસાદ શરૂ થતાં જ લોનાવલાના ભુશી ડૅમમાં પર્યટકોનો ધસારો વધી જાય છે તેમ જ સતર્ક ન રહેવાથી તણાઈ જવાના બનાવો પણ વધી જાય છે. આવા જ એક બનાવમાં રવિવારે બે પર્યટકોએ ડૅમના પાણીમાં તણાઈ જવાથી જીવ ગુમાવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની અને પિંપરી-ચિંચવડમાં કામ કરતા એમ. જમાલ અને સાહિલ શેખ નામના બે મિત્રો ભુશી ડૅમ ગયા હતા. ડૅમના બૅકવૉટરમાં જ્યાં સેફ્ટી-વાયર તૂટેલો હોવાથી લોકોને જવાની મનાઈ ફરમાવવામાં આવી હતી એ જગ્યા પર તેઓ પહોંચી ગયા હતા. આ જગ્યા પર પાણીનો કરન્ટ વધુ હોવાથી તેઓ તણાઈ ગયા હતા. પોલીસ અને સ્થાનિક બચાવટીમની મદદથી બન્નેની બૉડી શોધી કાઢવામાં આવી હતી.

