અત્યારે વાઇરલ થયેલા ફોટો માટે એવું કહેવામાં આવે છે કે ડૉન હવે એકદમ ફિટ થઈ ગયો છે.
છોટા રાજન
મુંબઈના એક સમયના અન્ડરવર્લ્ડ ડૉન છોટા રાજનના બે ફોટો ગઈ કાલે વાઇરલ થયા હતા. એક ફોટોમાં ડૉન હૉસ્પિટલના બેડ પર સૂતેલો દેખાય છે તો બીજા ફોટોમાં તે ઍમ્બ્યુલન્સની વૅનમાં માસ્ક પહેરેલો દેખાય છે (આ તેનો જૂનો ફોટો છે). આ ફોટો પરથી ખ્યાલ આવે છે કે હવે છોટા રાજન એકદમ ફિટ છે. છોટા રાજનની ઇન્ડોનેશિયામાંથી ધરપકડ કરીને ૨૦૧૫માં ભારત લાવવામાં આવ્યો હતો. ત્યારથી તે દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. ૨૦૨૦માં તેને કોરોનાનું સંક્રમણ થયું ત્યારે તેની તબિયત ગંભીર થઈ જતાં તેને એઇમ્સ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો હતો. અહીં તેની લાંબા સમય સુધી સારવાર ચાલી હતી. એ સમયે છોટા રાજનનું મૃત્યુ થયું હોવાની અફવા પણ ઊડી હતી. જોકે ડૉનની તબિયતમાં સુધારો થયા બાદ તેને પાછો તિહાડ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. અત્યારે વાઇરલ થયેલા ફોટો માટે એવું કહેવામાં આવે છે કે ડૉન હવે એકદમ ફિટ થઈ ગયો છે.

