ટ્રેડમિલ પર કસરત કરતી વખતે હાર્ટ-અટૅકથી આશાસ્પદ ઍક્ટરનું મૃત્યુ

ટેલિવિઝન પર પ્રસારિત થતી સિરિયલ ‘પ્યાર કા દર્દ હૈ’થી કરીઅર શરૂ કરનારો અબીર અનુરાગ કશ્યપની આગામી ફિલ્મ ‘ઉંગલી’માં સંજય દત્ત સાથે પણ જોવા મળશે. તેને હાર્ટની બીમારી હતી. જે જિમમાં તે ત્રણ વર્ષથી મેમ્બર હતો એના સંચાલકોના જણાવ્યા મુજબ તેણે આવી કોઈ બીમારીનો ઉલ્લેખ કર્યો નહોતો.


