Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બુલેટ ટ્રેન માટે જમીનથી ૩૯ મીટર નીચે ટનલ બોરિંગ મશીનનું અસેમ્બલિંગ થયું

બુલેટ ટ્રેન માટે જમીનથી ૩૯ મીટર નીચે ટનલ બોરિંગ મશીનનું અસેમ્બલિંગ થયું

Published : 13 April, 2026 10:35 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ અને શીળફાટા વચ્ચેના કુલ ૨૧ કિલોમીટર લાંબા ટનલ સેક્શનમાંથી ૧૬ કિલોમીટરનું ખોદકામ આ બે TBM દ્વારા પૂર્ણ કરવામાં આવશે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઘણસોલી પાસે બેસાડાયેલું ટનલ બોરિંગ મશીન.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઘણસોલી પાસે બેસાડાયેલું ટનલ બોરિંગ મશીન.


મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઘણસોલી પાસે આવેલા સાવલી ખાતે જમીનથી ૩૯ મીટરની ઊંડાઈએ બીજા ટનલ બોરિંગ મશીન (TBM)ના અસેમ્બલિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ મશીન તૈયાર થયા બાદ સાવલીથી વિક્રોલી તરફ ટનલ ખોદકામની શરૂઆત કરશે જે ૧૬ કિલોમીટર લાંબા અન્ડરગ્રાઉન્ડ રૂટ માટે મહત્ત્વનો ભાગ છે. પ્રથમ તબક્કામાં ૧૮ મીટર લાંબું, ૧૦ મીટર પહોળું અને ૯ મીટર ઊંચું, અંદાજે ૧૯૦ ટન વજન ધરાવતું ગેન્ટ્રી સાવલી શાફ્ટમાં ઉતારવામાં આવ્યું હતું. બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ અને શીળફાટા વચ્ચેના કુલ ૨૧ કિલોમીટર લાંબા ટનલ સેક્શનમાંથી ૧૬ કિલોમીટરનું ખોદકામ આ બે TBM દ્વારા પૂર્ણ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

13 April, 2026 10:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK