બોટ ગઈ કાલે સવારે ૬ વાગ્યે પલટી ખાઈ ગઈ હતી અને દુર્ઘટના સર્જાઈ હતી

પ્રતીકાત્મક તસવીર
વડોદરાથી નવી મુંબઈના જવાહરલાલ નેહરુ પોર્ટ ટર્સ્ટને જોડતા એક્સપ્રેસવે અંતર્ગત પાલઘરમાં વૈતરણા નદી પર બ્રિજ બનાવવાનું કામ ચાલુ છે. એ માટે કંપનીની ટગબોટમાં બેસી એ સ્પૉટ પર પહોંચી રહેલા કામદારોની બોટ ગઈ કાલે સવારે ૬ વાગ્યે પલટી ખાઈ ગઈ હતી અને દુર્ઘટના સર્જાઈ હતી.
ઘટનાની જાણ પોલીસ, ફાયર-બ્રિગેડ અને જિલ્લા પ્રશાસનને કરવામાં આવતાં ફાયર-બ્રિગેડના જવાનો, પોલીસ-અધિકારીઓ અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા. સ્થાનિક માછીમારોની મદદ લઈ ૧૮ જેટલા કામગારોને બચાવી લેવાયા હતા, જ્યારે બે કામગારોની શોધ ચલાવાઈ રહી હતી.

