મુંબઈને હચમચાવી નાખનારા પહેલા સિરિયલ બ્લાસ્ટને ગઈ કાલે ૩૨ વર્ષ પૂરાં થયાં હતાં
તસવીરો- આશિષ રાજે
મુંબઈને હચમચાવી નાખનારા પહેલા સિરિયલ બ્લાસ્ટને ગઈ કાલે ૩૨ વર્ષ પૂરાં થયાં હતાં. આ નિમિત્તે ગઈ કાલે સેન્ચુરી બજારમાં થયેલા બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અયોધ્યામાં વિવાદિત ઢાંચાને ૧૯૯૨ની ૬ ડિસેમ્બરે તોડી પાડવામાં આવ્યો હતો એનો બદલો લેવા માટે ૧૯૯૩ની ૧૨ માર્ચે મુંબઈમાં હિન્દુ બહુમતીવાળાં ૧૨ સ્થળોએ બૉમ્બબ્લાસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં ૨૫૭ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૧૪૦૦થી વધારે લોકો ઘાયલ થયા હતા.
મૉરિશ્યસના ગંગા તળાવમાં સંગમજળ અર્પણ કરીને આરતી કરી નરેન્દ્ર મોદીએ
ADVERTISEMENT
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે મૉરિશ્યસના પોર્ટ લુઇમાં આવેલા ગંગા તળાવમાં પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાંથી લાવેલું જળ અર્પણ કર્યું હતું અને આરતી કરી હતી.
હૉર્નિમન સર્કલમાં બિલ્ડિંગનો હિસ્સો તૂટી પડ્યો
ફોર્ટમાં હૉર્નિમન સર્કલ પર આવેલા બોટાવાલા બિલ્ડિંગમાં સોમવારે તિરાડ પડ્યા બાદ બિલ્ડિંગનો એક હિસ્સો ગઈ કાલે તૂટી પડ્યો હતો. જોકે તિરાડ જોયા બાદ જોખમને ધ્યાનમાં રાખીને બિલ્ડિંગ ખાલી કરાવી દેવામાં આવ્યું હતું એટલે કોઈને ઈજા નહોતી થઈ. તસવીર- સતેજ શિંદે

