Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Navi Mumbaiમાં વધશે ટ્રાફિક જામ, મુમ્બ્રા બાયપાસ બંધ થવાની સાઇડ ઇફેક્ટ

Navi Mumbaiમાં વધશે ટ્રાફિક જામ, મુમ્બ્રા બાયપાસ બંધ થવાની સાઇડ ઇફેક્ટ

04 April, 2023 04:13 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નવી મુંબઈમાં ફરીથી વાહનોની સંખ્યામાં વધારો થયો છે. આ કારણે ઐરોલી-રબાળે અને મહાપે ક્ષેત્રમાં ટ્રાફિક જામ (Traffic Jam) જેવી સ્થિતિ પેદા થવાની સંપૂર્ણ શક્યતા છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુમ્બ્રા બાયપાસનું (Mumbra Bypass Repairs) સમારકામ થવા માટે શનિવારે 1 એપ્રિલથી ઉક્ત બાયપાસને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો છે અને આ રૂટ પરથી આવતા જતા દરેક વાહનને નવી મુંબઈથી (Navi Mumbai) એરોલી-રબાળે (Airoli- Rabale) માર્ગે ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે. જેને કારણે નવી મુંબઈમાં ફરીથી વાહનોની સંખ્યામાં વધારો થયો છે. આ કારણે ઐરોલી-રબાળે અને મહાપે ક્ષેત્રમાં ટ્રાફિક જામ (Traffic Jam) જેવી સ્થિતિ પેદા થવાની સંપૂર્ણ શક્યતા છે.

મુમ્બ્રા બાયપાસના બંધ થવાથી નવી મુંબઈમાં ટ્રાફિક જામનો સામનો કરવા માટે નવી મુંબઈ પોલીસના આવાગમન નિયંત્રણ વિભાગના પોલીસ અધિકારી તિરુપતિ કાકડેએ ઉક્ત સંબંધે અધિસૂચના જાહેર કરી છે. જેમાં ટ્રાફિક જામથી નિજાત પામવા ઐરોલી-રબાળે અને મહાપેથી જનારા ભારે વાહનોને રાતે 10 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી પ્રવેશની પરવાનગી આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સંબંધે સ્થળે-સ્થળે સૂચના પણ આપવામાં આવી રહી છે. 



વાહનો માટે ઐરોલી-મુલુન્ડ બ્રિજ વૈકલ્પિક માર્ગ
મળતી માહિતી પ્રમાણે મુમ્બ્રા બાયપાસનું સમારકામ કરવામાં બે મહિનાથી વધારેનો સમય લાગી શકે છે, આથી જેએનપીટી-કલંબોલી સાથે સાથે દક્ષિણી ભાગથી તલોજાથી પુણે થતા કલ્યાણ ફાટા અને શિલફાટા મુમ્બ્રા બાયપાસથી નાસિક, ઉત્તર ભારત, ગુજરાત અને ભિવંડી જનારા વાહનોને શિલફાટાથી મુંબ્રા બાયપાસ સુધી પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે. તેને બદલે ઉક્ત વાહનો માટે થાણે આનંદ નગરથી ઈસ્ટર્ન એક્સપ્રેસવેના માધ્યમે મુલુંડ-ઐરોલી બ્રિજ, ઐરોલી સર્કલથી ઐરોલી પટણી રોડના માધ્યમે મહાપે-રબાળે એમઆઈડીસી થતા કલંબોલી-શિલફાટાથી ડાબા વળવા માટે એક વૈકલ્પિક માર્ગ નક્કી કરવામાં આવ્યો છે.


વાહનોની સંખ્યામાં થયો વધારો
આ રીતે શિલફાટાથી જેએનપીટી કલંબોલી, ઉરણ અને સાયન-પનવેલ હાઈવે અને થાણે-બેલાપુર રોડથી મહાપે બ્રિજથી શિલફાટા થઈને ગુજરાત, ભિવંડી, નાસિક અને ઉત્તરભારત જનારા દરેક પ્રકારના વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આને બદલે થાણે આનંદ નગરથી ઈસ્ટર્ન એક્સપ્રેસ-વે પર મુલુંડ-ઐરોલી બ્રિજથી જતા પાટણી ચૌકથી ઔરોલી સર્કલ થતા સાયન-પનવેલ હાઈવે અને થાણે-બેલાપુર રૂટ થતા ઉક્ત વાહનો માટે વાંછિત ગંતવ્ય સુધી પહોંચવા માટે એક વૈકલ્પિક માર્ગ નક્કી કરવામાં આવ્યો છે. કલંબોલી, તલોજા, મુમ્બ્રા માર્ગની સાથે સાથે ઉરણ જેએનપીટી અને મહાપે માર્ગના આવાગમનને રબાળે, ઐરોલી, મુલુન્ડના માર્ગે વાળી દેવામાં આવ્યા છે. આ કારણે નવી મુંબઈમાં વાહનોની સંખ્યમાં વધારાને કારણે ઐરોલી-રબાળે અને મહાપે ક્ષેત્રમાં ટ્રાફિક જામ જેવી સ્થિતિ પેદા થવાની શક્યતા છે.

આ પણ વાંચો : મુંબઈના 3 શખ્સોએ કર્યો ખતરનાક બાઇક સ્ટંટ, વીડિયો વાયરલ થતાં પોલીસે નોંધ્યો કેસ


મુમ્બ્રા બાયપાસ માર્ગે આવાગમન કરનારા વાહનોને ડાયવર્ઝન નવી મુંબઈમાં કરવાને કારણે આવાગમનની સંખ્યા વધી ગઈ છે, જેને જોતા દિવસ દરમિયાન ભારે વાહનોને રબાળે, ઐરોલી, મુલુન્ડથી પસાર થવા પર સ્ટે મૂકી દીધો છે. સાથે જ ભારે વાહન રાતે 10 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી જ ઉક્ત માર્ગેથી ચાલશે, જેને કારણે રાતના સમયે આ માર્ગ પર ભારે ટ્રાફિક જામ થવાની શક્યતા છે. જેનો સામનો કરવા માટે નવી મુંબઈ ટ્રાફિક પોલીસ દરેક શક્ય પ્રયત્ન કરવામાં લાગી ગઈ છે. - તિરુપતિ કાકડે, ઉપાયુક્ત, નવી મુંબઈ ટ્રાફિક પોલીસ

Whatsapp-channel Whatsapp-channel

04 April, 2023 04:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK