થાણેમાં એક માણસ અને તેની મહિલા સાથીએ ૬૯ વર્ષનાં મહિલાની ચેઇન ઝૂંટવી લીધી હતી અને તેમને ઘાયલ કર્યાં હતાં. ચાકુની અણીએ વૃદ્ધાની ચેઇન લૂંટી લીધા બાદ ચોરોએ તેમને ધક્કો મારીને ફગાવી દીધાં હતાં એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
થાણેમાં (Thane) એક માણસ અને તેની મહિલા સાથીએ ૬૯ વર્ષનાં મહિલાની ચેઇન ઝૂંટવી લીધી હતી અને તેમને ઘાયલ કર્યાં હતાં. ચાકુની અણીએ વૃદ્ધાની ચેઇન લૂંટી લીધા બાદ ચોરોએ તેમને ધક્કો મારીને ફગાવી દીધાં હતાં એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આ ઘટના ૨૦ માર્ચે શહેરના વર્તકનગર વિસ્તારમાં બની હતી. જોકે તાત્કાલિક કેસ નોંધી શકાયો નહોતો, કેમ કે મહિલાને પડી જવાને કારણે હિપ ફ્રૅક્ચર થતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
ફરિયાદી દૂધ ખરીદવા માટે બહાર નીકળ્યાં હતાં ત્યારે એક મહિલા સાથે આવેલા બાઇકસવારે તેમને અટકાવ્યાં હતાં. બન્ને જણે તેમને ચાકુ બતાવીને ૬૦,૦૦૦ રૂપિયાની ચેઇન ઝૂંટવી લીધી હતી અને તેમને ધક્કો મારીને નીચે પાડી દીધાં હતાં.
મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે આ બધું થોડીક સેકન્ડમાં જ બન્યું હતું અને તેમને એટલો આઘાત લાગ્યો છે કે ચોરો વિશે કોઈ માહિતી યાદ નથી. પોલીસે જણાવ્યું હતું કે ચેઇન-સ્નૅચરોને શોધવા માટે તપાસ ચાલી રહી છે.

