Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં આ વર્ષે નવી મેડિકલ કૉલેજ શરૂ કરવામાં આવશે

મુંબઈમાં આ વર્ષે નવી મેડિકલ કૉલેજ શરૂ કરવામાં આવશે

05 July, 2024 12:33 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેડિકલ કૉલેજ ૨૦૨૪-’૨૫ના ઍકૅડેમિક વર્ષ એટલે કે આ વર્ષથી શરૂ થઈ જશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મહારાષ્ટ્રના મેડિકલ એજ્યુકેશન મિનિસ્ટર હસન મુશરીફે મુંબઈમાં નવી મેડિકલ કૉલેજ શરૂ કરવાની ગઈ કાલે જાહેરાત કરી હતી. આ મેડિકલ કૉલેજ ક્રૉફર્ડ માર્કેટ પાસેના ધોબીતળાવ ખાતે આવેલી ગોકુલદાસ તેજપાલ (GT) હૉસ્પિટલના પરિસરમાં શરૂ કરવામાં આવશે. મેડિકલ કૉલેજ ૨૦૨૪-’૨૫ના ઍકૅડેમિક વર્ષ એટલે કે આ વર્ષથી શરૂ થઈ જશે. હસન મુશરીફે એ વિશે વિધાનસભામાં ગઈ કાલે કહ્યું હતું કે ‘નવી મેડિકલ કૉલેજ શરૂ કરવાનો નિર્ણય ૨૦૧૨ની ૩૧ ડિસેમ્બરે લેવામાં આવ્યો હતો. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે પરવાનગી આપી દીધી છે એટલે આ વર્ષથી જ કૉલેજ શરૂ થઈ જશે. આ વર્ષે ૫૦ સ્ટુડન્ટ્સને ઍડ્મિશન આપવામાં આવશે. બાદમાં ધીમે-ધીમે બેઠકોમાં વધારો કરવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

05 July, 2024 12:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK