રાજેશ ચવાણ પોતાની જગ્યામાં કાયદેસરનું કનેક્શન લીધા વિના વીજળી વાપરી રહ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
મીરા રોડ-ઈસ્ટના પેણકરપાડા વિસ્તારમાં અનાજ પીસવા માટેની ઘંટી ચલાવવા માટે ગેરકાયદે વીજળીનું કનેક્શન લેવાનો મામલો સામે આવ્યો છે. કાશીમીરા પોલીસે ભારતીય જનતા પાર્ટી (BJP)ની ભૂતપૂર્વ નગરસેવિકા અને પક્ષની મહિલા જિલ્લાધ્યક્ષ અનીતા પાટીલના ભાઈ રાજેશ ચવાણ સામે ૧૩૫મી કલમ અંતર્ગત ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આપેલી માહિતી મુજબ મીરા રોડમાં વીજળી પૂરી પાડતી અદાણી ઇલેક્ટ્રિસિટીના સ્ટાફે કરેલા ચેકિંગમાં જણાયું હતું કે રાજેશ ચવાણ પોતાની જગ્યામાં કાયદેસરનું કનેક્શન લીધા વિના વીજળી વાપરી રહ્યો છે. આરોપીએ ૨૬,૭૫૮ યુનિટ વીજળી વાપરી હોવાનું જણાતાં તેની સામે ૫,૪૮,૦૦૦ રૂપિયાની વીજળીની ચોરી કરવાની કાશીમીરા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


