Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભારત છોડો આદેશ વિરુદ્ધની ઇમરાન ખાનની અરજી પર બૉમ્બે હાઈ કોર્ટ આજે સુનાવણી કરશે

ભારત છોડો આદેશ વિરુદ્ધની ઇમરાન ખાનની અરજી પર બૉમ્બે હાઈ કોર્ટ આજે સુનાવણી કરશે

Published : 27 October, 2026 08:21 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૉમ્બે હાઈ કોર્ટ આજે અભિનેતા ઇમરાન ખાન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે

ઈમરાન ખાન

ઈમરાન ખાન


બૉમ્બે હાઈ કોર્ટ આજે અભિનેતા ઇમરાન ખાન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે. આ અરજીમાં તેણે પોલીસની એક નોટિસને પડકારી છે, જેમાં તેને ૨૮ ઑક્ટોબર સુધીમાં ભારત છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ નોટિસ તેને વિદેશી નાગરિક હોવા છતાં રાજકીય વિરોધ-પ્રદર્શનમાં ભાગ લેવા બદલ આપવામાં આવી હતી. આ અરજી ગઈ કાલે ચીફ જસ્ટિસ મહેશ ચંદ્ર ત્રિપાઠી અને જસ્ટિસ અદ્વૈત સેઠનાની ડિવિઝન બેન્ચ સમક્ષ સુનાવણી માટે આવી હતી.
ઇમરાન ખાનના વકીલ વેન્કટેશ ધોન્ડ અને કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ વિનંતી કરી હતી કે આ અરજી પર મંગળવારે સુનાવણી રાખવામાં આવે. કોર્ટે આ માગણી માન્ય રાખી હતી.
૧૦ ઑક્ટોબરે મુંબઈના ઐતિહાસિક ઑગસ્ટ ક્રાન્તિ મેદાન ખાતે ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી સાથે વિરોધ-પ્રદર્શન યોજાયું હતું, જેમાં ઇમરાન ખાનને થોડા સમય માટે તાબામાં લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ મુંબઈ પોલીસે ઇમરાન ખાનને નોટિસ ઇશ્યુ કરીને ૨૮ ઑક્ટોબર સુધીમાં ભારત છોડી દેવાનો આદેશ આપ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

27 October, 2026 08:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK