બજરંગ દળે માગણી કરી છે કે આ ફિલ્મને રિલીઝ કરતાં પહેલાં એનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ કરવામાં આવે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
૧૪ જૂને ઍક્ટર આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન અભિનીત ફિલ્મ ‘મહારાજ’ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે, પણ વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ની યુવા વિંગ બજરંગ દળે માગણી કરી છે કે આ ફિલ્મને રિલીઝ કરતાં પહેલાં એનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ કરવામાં આવે, અમે આ ફિલ્મ જોવા માગીએ છીએ. અમને લાગે છે કે આ ફિલ્મ રજૂ થવાથી કેટલાક લોકોની લાગણી દુભાય એવી શક્યતા છે અને એને કારણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા છે.’
૩ જૂને ફિલ્મના પ્રોડ્યુસર યશરાજ ફિલ્મ્સ અને સ્ટ્રીમિંગ જાયન્ટ નેટફ્લિક્સને લખેલા પત્રમાં VHP-બજરંગ દળના કોંકણ વિભાગના કો-ઑર્ડિનેટર ગૌતમ રાવરિયાએ જણાવ્યું છે કે ‘ફિલ્મના પોસ્ટર પરથી જણાય છે કે આ ફિલ્મમાં હિન્દુ ધાર્મિક નેતાને નેગેટિવ રોલમાં દર્શાવાયો છે એટલે આ ફિલ્મને રિલીઝ કરતાં પહેલાં એ VHPને જોવા દેવામાં આવે. ફિલ્મ જોયા બાદ અમે આગળ શું કરવું એનો નિર્ણય લઈશું.’
ADVERTISEMENT
આ ફિલ્મ ૧૮૬૨ના મહારાજ લાયેબલ કેસ પર આધારિત છે. ફિલ્મમાં જુનૈદ ખાન, જયદીપ અહલાવત અને શાલિની પાંડે જોવા મળશે.

