આદિત્ય ઠાકરેએ રજનીકાંતની મુલાકાત વિશે ટ્વીટ કરી હતી
સુપરસ્ટાર રજનીકાંત માતોશ્રીની મુલાકાતે
સુપરસ્ટાર રજનીકાંતે ગઈ કાલે માતોશ્રીમાં પહોંચીને ઉદ્ધવ ઠાકરેની મુલાકાત લીધી હતી. ઉદ્ધવ ઠાકરે જૂથના નેતાના જણાવ્યા મુજબ અભિનેતા રજનીકાંતની આ મુલાકાત રાજકીય નહોતી, પણ તેઓ બાળાસાહેબ ઠાકરેના કટ્ટર સમર્થક છે એટલે તેમણે માતોશ્રીમાં આવીને ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે અને પરિવારજનોની શુભેચ્છા મુલાકાત કરી હતી. આદિત્ય ઠાકરેએ રજનીકાંતની મુલાકાત વિશે ટ્વીટ કરી હતી. ઉલ્લેખનીય છે કે ઑક્ટોબર ૨૦૧૦માં રજનીકાંતે બાળાસાહેબ ઠાકરેની મુલાકાત માતોશ્રીમાં આવીને કરી હતી. રજનીકાંતે જુલાઈ ૨૦૨૧માં રાજકારણમાં સક્રિય થવા માટે રજની મક્કાલ મંડરમ નામની પાર્ટીની શરૂઆત કરી હતી. જોકે બાદમાં રજનીકાંતે કહ્યું હતું કે પોતે સક્રિય રાજકારણમાં નથી આવતા માગતા.