સ્મશાનભૂમિમાં સામાન્ય રીતે બેથી ત્રણ કર્મચારી હોય છે, પણ મીરા રોડના કાશીમીરા વિસ્તારમાં મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર આવેલી હિન્દુ સ્મશાનભૂમિમાં એક જ કર્મચારી છે.
મીરા રોડના કાશીમીરા વિસ્તારમાં મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર આવેલી હિન્દુ સ્મશાનભૂમિમાં એક જ કર્મચારી છે
સ્મશાનભૂમિમાં સામાન્ય રીતે બેથી ત્રણ કર્મચારી હોય છે, પણ મીરા રોડના કાશીમીરા વિસ્તારમાં મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર આવેલી હિન્દુ સ્મશાનભૂમિમાં એક જ કર્મચારી છે. આથી અહીં કોઈ મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવે છે ત્યારે સ્વજનોએ જ સ્મશાનના ગોડાઉનમાંથી લાકડાં કાઢીને ચિતા સુધી પહોંચાડવાં પડે છે. સ્થાનિક રહેવાસીઓએ આ બાબતે રજૂઆત કરી હોવા છતાં મીરા-ભાઈંદર મહાનગરપાલિકા દ્વારા આ વિશે ધ્યાન ન અપાતું હોવાનો આરોપ છે.