બોરીવલી અને કાંદિવલીમાં દેશપ્રેમના માહોલ વચ્ચે સ્કેટિંગ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાળકો જોડાયાં હતાં
બોરીવલી-કાંદિવલીમાં બાળકોની સ્કેટિંગ તિરંગા યાત્રા નીકળી
વીર સાવરકરની જયંતી નિમિત્તે અને ઑપરેશન સિંદૂરને સફળ બનાવનારી ભારતીય સેનાને બિરદાવવા માટે ગઈ કાલે બોરીવલીના ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય સંજય ઉપાધ્યાય દ્વારા બોરીવલી અને કાંદિવલીમાં દેશપ્રેમના માહોલ વચ્ચે સ્કેટિંગ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાળકો જોડાયાં હતાં. ગઈ કાલે સંજય ઉપાધ્યાયનો જન્મદિવસ પણ હતો.


