ચૂંટણી પંચના ચુકાદા બાદ ‘નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી - શરદચંદ્ર પવાર’ના નામે રાજ્યસભાની ચૂંટણીમાં ઝુકાવાશે
ગઈ કાલે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસની ઑફિસની બહાર વિરોધ કરી રહેલા શરદ પવાર ગ્રુપના કાર્યકરો. સૈયદ સમીર અબેદી
ચૂંટણી પંચે એનસીપી કોની એનો નિર્ણય આપ્યા બાદ એક બાજુ અજિત પવાર જૂથ તેમને પાર્ટીનું ઓરિજિનલ નામ અને ઘડિયાળનું ચિહન મળતાં ઉજવણી કરી રહ્યું છે ત્યારે બીજી તરફ શરદ પવાર જૂથે તેમના પક્ષના નવા નામના ત્રણ વિકલ્પ આપ્યા હતા : નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી - શરદચંદ્ર પવાર, નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી - શરદ પવાર અને એનસીપી - શરદ પવાર. એમાંથી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી – શરદચંદ્ર પવારનું નામ તેમના પક્ષને અલૉટ કરાયું છે. જોકે આ નામ હાલ રાજ્યસભાની ચૂંટણી લડવા પૂરતું રહેશે. તેમના પક્ષને ટૂંક સમયમાં પક્ષનું ચિહન અલૉટ કરાશે. તેમના તરફથી ‘વટવૃક્ષ’નું ચિહન મગાયું છે.