વિવાદ વધતો ગયો તેમ, કૉંગ્રેસના સાંસદ રવિન્દ્ર વસંતરાવ ચવ્હાણે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું અને જાહેર માફી માગી. તેમણે કહ્યું, "આંદોલન દરમિયાન કેટલાક કાર્યકરોએ અજાણતામાં ચોક્કસ ધર્મને લક્ષ્ય બનાવતા અયોગ્ય સૂત્રોચ્ચાર કર્યા."
BJPએ પોસ્ટ કર્યો વીડિયો
મહારાષ્ટ્રના નાંદેડમાં કૉંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. જોકે આ વીડિયોમાં ‘સનાતન ધર્મ મુર્દાબાદ’ના નારા લગાવવામાં આવ્યા બાદ વિવાદ થયો છે. આ વીડિયો વાયરલ થયા બાદ, પોલીસે 24 ઑગસ્ટના રોજ કેસ નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. હિન્દુ સંગઠનોએ કૉંગ્રેસના સાંસદ રવિન્દ્ર વસંતરાવ ચવ્હાણ સહિત 50 વ્યક્તિઓ સામે કડક કાર્યવાહીની માગ કરી છે.
હલ્દવાની ઘટનાનો વિરોધ
ADVERTISEMENT
આ વિવાદ ઉત્તરાખંડના હલ્દવાનીમાં બનેલી એક ઘટનાથી ઉભો થયો છે, જ્યાં કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા સંબોધિત જાહેર રૅલી બાદ જમીન પર ગૌમૂત્ર છાંટવામાં આવ્યું હોવાના અહેવાલ છે. આ ઘટનાનો વિરોધ કરવા માટે કૉંગ્રેસના કાર્યકરોએ 14 ઑગસ્ટના રોજ નાંદેડના ITI ચોક પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં ખુલાસો થયો છે કે ‘સનાતન ધર્મ મુર્દાબાદ"; ના નારા લગાવવામાં આવ્યા હતા. વીડિયો અંગે વિવાદ અને લોકોના દબાણ પછી, પોલીસે નારા લગાવનારાઓની ઓળખ કરવાનું શરૂ કર્યું છે.
કૉંગ્રેસ સાંસદે જાહેર માફી માગી
વિવાદ વધતો ગયો તેમ, કૉંગ્રેસના સાંસદ રવિન્દ્ર વસંતરાવ ચવ્હાણે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું અને જાહેર માફી માગી. તેમણે કહ્યું, "આંદોલન દરમિયાન કેટલાક કાર્યકરોએ અજાણતામાં ચોક્કસ ધર્મને લક્ષ્ય બનાવતા અયોગ્ય સૂત્રોચ્ચાર કર્યા. હું આ વાતનું બિલકુલ સમર્થન કરતો નથી, અને એક પક્ષના નેતા તરીકે, હું જેની લાગણીઓને ઠેસ પહોંચી છે તેમની જાહેર માફી માગુ છું."
ભાજપે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Shameful! ⚠️
— BJP (@BJP4India) August 25, 2026
?? ? ?????? ??????? ?? ??????, ?????????? ?? ???????? ?? ???????? ?????? ???? ????? ??????? ??? ???????? ??????, “??????? ?????? ????????.”
Congress… pic.twitter.com/q7QpDIgXae
ભાજપે નેતાઓએ આ મુદ્દે કૉંગ્રેસ પાર્ટી અને તેના ટોચના નેતૃત્વ પર નિશાન સાધ્યું. ભાજપ શહેર એકમના ભૂતપૂર્વ પ્રમુખ પ્રવીણ સાલે સાંસદ રવિન્દ્ર વસંતરાવ ચવ્હાણને પ્રશ્ન કર્યો, પૂછ્યું કે શું તેમને મળેલા મત ફક્ત કોઈ ચોક્કસ ધર્મમાંથી આવ્યા છે, હિન્દુઓમાંથી નહીં. આ દરમિયાન, ઘટનાથી ગુસ્સે ભરાયેલા સનાતન હિન્દુ સંગઠનોએ શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં વિરોધ પ્રદર્શન કર્યું. તેમણે તાત્કાલિક FIR નોંધવાની અને કૉંગ્રેસના સાંસદ રવિન્દ્ર વસંતરાવ ચવ્હાણ, જિલ્લા પ્રમુખ વિઠ્ઠલ પાવડે અને 50 અન્ય કાર્યકરોની ધરપકડ કરવાની માગ કરી. આ ઘટનાને કૉંગ્રેસ પાર્ટીની કથિત માનસિકતા સાથે જોડીને, ભાજપના નેતાઓએ રાહુલ ગાંધી અને પાર્ટીના ટોચના નેતૃત્વ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. પોલીસ વાયરલ વીડિયો અને વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલા લોકોની ભૂમિકાની તપાસ કરી રહી છે.
રાહુલ ગાંધી પર ભડક્યા શંકરાચાર્ય
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે મનુસ્મૃતિ અંગે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે મનુસ્મૃતિ અને સનાતન સાંસ્કૃતિક વિચારો પરનું તેમનું નિવેદન સનાતન પરંપરા પ્રત્યે તેમની સંપૂર્ણ અજ્ઞાનતા, ઉપરછલ્લી સમજ અને દ્વેષપૂર્ણ વલણ દર્શાવે છે. શંકરાચાર્યે ધર્મ વિરોધી નિવેદનો કરવા સામે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું, "રાજકીય લાભ માટે પ્રાચીન ગ્રંથોમાંથી શ્લોકોને સંદર્ભની બહાર રજૂ કરવા એ ફક્ત આપણા સાંસ્કૃતિક વારસાનું અપમાન નથી પણ સમાજને ગેરમાર્ગે દોરવાનો ઘૃણાસ્પદ પ્રયાસ પણ છે."
