Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રાજ ઠાકરેએ પોતાની વર્ષગાંઠ પર લોકોને પાંચ રૂપિયા સસ્તું પેટ્રોલ અપાવ્યું

રાજ ઠાકરેએ પોતાની વર્ષગાંઠ પર લોકોને પાંચ રૂપિયા સસ્તું પેટ્રોલ અપાવ્યું

Published : 15 June, 2026 07:40 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફ્યુઅલના ભાવવધારાનો વિરોધ કરવાની MNSના પ્રમુખની નવી રીત

પેટ્રોલ-પમ્પ પર આ કૂપન લોકોને વહેંચીને MNSએ પાંચ રૂપિયા સસ્તું પેટ્રોલ અપાવ્યું હતું.

પેટ્રોલ-પમ્પ પર આ કૂપન લોકોને વહેંચીને MNSએ પાંચ રૂપિયા સસ્તું પેટ્રોલ અપાવ્યું હતું.


મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેના જન્મદિવસ નિમિત્તે એટલે કે ગઈ કાલે ૧૪ જૂને મુંબઈના ૩૬ પેટ્રોલ-પમ્પ પર પેટ્રોલ પાંચ રૂપિયા સસ્તું કરીને લોકોને આપવામાં આવ્યું હતું. MNSએ આ માટે પાંચ રૂપિયાના ડિસ્કાઉન્ટની કૂપનો વહેંચી હતી. કૂપન આપતાં જ લોકોએ પ્રતિ લીટર પેટ્રોલની કિંમતમાં પાંચ રૂપિયા ઓછા ચૂકવવા પડ્યા હતા. પશ્ચિમ એશિયાના યુદ્ધને પગલે સરકાર દ્વારા પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો એના વિરોધમાં સરકારને ટોણો મરાયો હોવાનું પણ MNSના કાર્યકરોએ આડકતરી રીતે કહ્યું હતું. સામાન્ય લોકોને પેટ્રોલના વધેલા ભાવથી થયેલી અસરનો મુદ્દો આ રીતે ચગાવવામાં આવ્યો હતો. MNSએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે ટૂ-વ્હીલર વાહનોને ૩૬ પેટ્રોલ-પમ્પ પર પાંચ રૂપિયા સસ્તું પેટ્રોલ મળે એ માટે અમે વ્યવસ્થા કરી હતી જેથી સામાન્ય લોકોને રાહત મળે.MNSના મતે દેશમાં મોંઘવારી વધી રહી હોવાથી લોકો ત્રસ્ત છે અને તેમને થોડી રાહત મળી રહે એ માટે રાજ ઠાકરેના જન્મદિવસે તેમનાથી શક્ય એટલી મદદ કરવાનો બેડો ઉઠાવાયો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2026 07:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK