Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રેલવે ટ્રૅક-ક્રૉસિંગનાં ૩૮ હૉટસ્પૉટ્સ પર હવે રેલવે-પોલીસની નજર

રેલવે ટ્રૅક-ક્રૉસિંગનાં ૩૮ હૉટસ્પૉટ્સ પર હવે રેલવે-પોલીસની નજર

Published : 03 September, 2026 10:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રેલવે-પ્રશાસન ટ્રૅક-ક્રૉસિંગને કારણે થતા અકસ્માતો રોકવા યોગ્ય પગલાં લે એ જોવાની જવાબદારી રેલવે-પોલીસે લીધી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મુંબઈ સબર્બન રેલવે નેટવર્ક પર મુસાફરો દ્વારા રેલવે-ટ્રૅક ઓળંગવાને કારણે થતા અકસ્માતો અટકાવવા માટે રેલવે-પોલીસે એક મહત્ત્વનું પગલું ભર્યું છે. રેલવે-પોલીસે સમગ્ર નેટવર્ક પર અકસ્માત-સંભવિત એવાં ૩૮ મુખ્ય હૉટસ્પૉટ્સની સીધી જવાબદારી પોતાના હસ્તક લીધી છે. આ સ્થળોને સુરક્ષિત બનાવવા માટે રેલવે-પોલીસે રેલવે-પ્રશાસન અને સિનિયર ઑફિસરોને પત્ર લખીને તાત્કાલિક પગલાં લેવાની માગણી કરી છે. 

રેલવે-પોલીસે કરેલી માગણીઓમાં રેલવે-સ્ટેશનો પર મુસાફરો દ્વારા ટ્રૅક ઓળંગવા માટે વપરાતા તમામ ગેરકાયદે એન્ટ્રી પૉઇન્ટ તાત્કાલિક બંધ કરવા, ફેન્સિંગની ઊંચાઈ વધારવી, ટ્રૅકની આસપાસ ફેન્સિંગ ઊભી કરવી અને જ્યાં ફેન્સિંગ ઓછી ઊંચાઈની છે એની ઊંચાઈ વધારવી, તૂટેલી સંરક્ષણ દીવાલોનું તાત્કાલિક સમારકામ કરવાનો સમાવેશ થાય છે.



મુસાફરોની સુરક્ષિત અવરજવર માટે વધુ ફુટ ઓવર બ્રિજ (FOB), રોડ ઓવર બ્રિજ (ROB) અને સબવેનું નિર્માણ કરવાનું સૂચન પણ આપવામાં આવ્યું છે. રેલવે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે પ્રશાસન દ્વારા આ તમામ સુરક્ષા-કાર્યો વહેલી તકે પૂરાં કરાવવામાં આવે એ માટે પોલીસ વિભાગ દ્વારા સતત ફૉલો-અપ કરવામાં આવી રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

03 September, 2026 10:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK